Advertisement
Author: નોબત સમાચાર

રશિયાના કામચટકામાં ૭.૪ની તીવ્રતાનો ભયાનક ભૂકંપઃ પ્રશાંત મહાસાગરમાં સુનામીની ચેતવણી

જુલાઈના પ્રારંભે પણ ૮.૮ની તીવ્રતાનો ધરતીકંપ થયો હતો, જે વર્ષ-૨૦૧૧ પછી સૌથી શકિતશાળી હતો

                                                                                                                                                                                                      

મોસ્કો તા. ૧૩: રશિયામાં ૭.૪ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ અનુભવાતા અમેરિકા-ચીને સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. જુલાઈમાં પણ ૮.૮ની તીવ્રતાનો શકિતશાળી ભૂકંપ આવ્યો હતો.

આજે રશિયાના કામચાટકાના દરિયાકાંઠે ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે એ આ માહિતી આપી હતી. તે પછી પ્રશાંત મહાસાગરમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભૂકંપ કામચાટકાના વહીવટી કેન્દ્ર પેટ્રોપાવલોવસ્ક-કામચાટસ્કીથી ૧૧૧ કિલોમીટર (૬૯ માઇલ) પૂર્વમાં ૩૯.૫ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

યુએસજીએસએ શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા ૭.૫ જણાવી હતી, પરંતુ બાદમાં તેને સુધારીને ૭.૪ કરી હતી. પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ જણાવ્યું હતું કે ભૂકંપના કેન્દ્રથી ૩૦૦ કિલોમીટરની ત્રિજ્યામાં ખતરનાક મોજા રશિયાના દરિયાકાંઠે અથડાવી શકે છે.

ઉલ્લેખનિય છે કે, જુલાઈની શરૂઆતમાં, કામચાટકાના દરિયાકાંઠે ૮.૮ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જે ૨૦૧૧ પછીનો સૌથી મોટો ભૂકંપ હતો.

યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા ૭.૪ અને ઊંડાઈ ૩૯.૫ કિમી હોવાનું જણાવ્યું હતું. ડેટામાં તફાવત હોવા છતાં બંને એજન્સીએ એને ઊંડા અને શક્તિશાળી ભૂકંપ માન્યો હતો. ભૂકંપ પછી પેસિફિક સુનામી વોર્નિંગ સિસ્ટમે સંભવિત સુનામીનું એલર્ટ આપ્યું છે અને કહૃાું હતું કે આ પ્રદેશમાં ભય હોઈ શકે છે.

ચીનના સુનામી વોર્નિંગ સેન્ટરે પણ સવારે ૧૦:૩૭ વાગ્યે (બેઇજિંગ સમય) માહિતી જાહેર કરીને કહૃાું હતું કે ભૂકંપ કામચટકા દ્વીપકલ્પના પૂર્વીય સમુદ્ર વિસ્તારમાં આવ્યો હતો. કેન્દ્રએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા ૭.૧ અને ઊંડાઈ ૧૫ કિલોમીટર હતી. સ્થાનિક સ્તરે સુનામીનો ભય છે.

આ ભૂકંપ એ જ વિસ્તારમાં આવ્યો હતો, જ્યાં જુલાઈમાં ૮.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. એ સમયે જાપાન, અમેરિકા અને ઘણા પેસિફિક ટાપુ દેશો, જેમ કે હવાઈ, ચિલી અને કોસ્ટારિકા માટે સુનામીની ચેતવણી જાહેર કરી હતી.

કામચટકા દ્વીપકલ્પ ભૂસ્તરીય રીતે ખૂબ જ સક્રિય પ્રદેશ છે અને એને પેસિફિક રિંગ ઓફ ફાયરનો એક ભાગ માનવામાં આવે છે. અહીં લગભગ દરરોજ ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓ થાય છે. આ પ્રદેશમાં મોટા પાયે વિનાશક ભૂકંપ આવતા રહૃાા છે.

કામચાટકા દ્વીપકલ્પ એક એવો વિસ્તાર છે, જ્યાં વારંવાર ભૂકંપ આવે છે. ગયા મહિને આવેલા ભૂકંપને કારણે રશિયા, અમેરિકા, જાપાન, હવાઈ, ચિલી, કોસ્ટા રિકા અને અન્ય દેશોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. ૧૯૫૨માં કામચટકામાં ૯.૦ની તીવ્રતાનો એક મોટો ભૂકંપ આવ્યો હતો, જેને અત્યારસુધીના સૌથી ભયાનક ભૂકંપોમાંનો એક માનવામાં આવે છે.

અમેરિકન જીઓલોજીકલ સર્વે અનુસાર, આ ભૂકંપ ૧૪ વર્ષમાં વિશ્વનો સૌથી શકિતશાળી અને અત્યાર સુધીનો છઠ્ઠો સૌથી શકિતશાળી ભૂકંપ હતો. ૨૦૧૧માં જાપાનમાં આવેલા ૯.૧ની તીવ્રતાના ભૂકંપ પછીનો આ સૌથી શકિતશાળી ભૂકંપ હતો, જેના કારણે વિનાશક સુનામી આવી હતી અને વ્યાપક નુકસાન થયું હતું. કામચાટકા દ્વીપકલ્પમાં ભૂકંપનો ઈતિહાસ છે. ૧૯૫૨માં, સોવિયત યુગ દરમિયાન, આ પ્રદેશમાં ૯.૦ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો હતો, જે ઈતિહાસમાં નોંધાયેલા સૌથી મોટા ભૂકંપમાંનો એક હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh