Advertisement
Author: નોબત સમાચાર

ગંગા સ્વરૂપા આર્થિક સહાયના લાભાર્થીઓ માટે આધાર લિંક્ડ આઈપીપીબી ખાતા ખોલવાનો મેગા કેમ્પ

હાલારના બન્ને જિલ્લામાં તા. ર૬ થી ર૮ ફેબ્રુ. સુધી

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભગના માર્ગદર્શન હેઠળ 'ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના'ના લાભાર્થીઓને મળતી સહાય સીધી જ તેમના ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ખાતામાં જમા થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રક્રિયા અંતર્ગત લાભાર્થીઓના પોસ્ટ ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી તાત્કાલિક અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે જામનગર ડિવિઝન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરેક પોસ્ટ ઓફિસમાં આગામી તા. ર૬ થી ર૮-ર-ર૦ર૬ સુધી વિશેષ મેગા કેમ્પ યોજાશે, જેમાં ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ માટે આધાર સાથે જોડાયેલા ખાતા ખોલવાની કામગીરી કરવામાં આવશે.

યોજનાની સહાય કોઈપણ અવરોધ વિના અને સીધી રીતે લાભાર્થીના ખાતામાં મળી રહે તે માટે આ ખાતું હોવું અનિવાર્ય છે. આથી જામનગર ડિવિઝનના અધિક્ષક ડાકઘર દ્વારા બન્ને જિલ્લાના તમામ સંબંધિત લાભાર્થીઓને આ ત્રણ દિવસીય મેગા કેમ્પનો અચૂક લાભ લેવા અને પોતાના ખાતા ખોલાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh