Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત સહિતના અધિકારી તથા કર્મચારીગણ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણી નિમિત્તે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન હોય દર વર્ષે ૩૧મી ઓકટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઊજવવામાં આવે છે જેના ઉપક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળીયામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શપથ લેવામાં આવ્યા હતા. કલેકટર કચેરીએ તેમજ જિલ્લા પંચાયતમાં અધિકારીઓ તથા કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા તથા દેશમાં એકતાની ભાવના વધુ મજબૂત બને તેવા સંકલ્પ સાથે એકતા શપથ ગ્રહણ કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial