Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટીબી મૂકત ભારત-નારીવંદન ઉત્સવ હેઠળ
જામનગર તા. ૬: ટીબી મુકત ભારત અભિયાન અને નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દરે આરોગ્ય જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
ટીબી મુક્ત ભારત અભિયાન અને નારી વંદન ઉત્સવ અંતર્ગત વિવિધ રોગો અને મહિલાઓના સર્વાંગી વિકાસ વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી જામનગરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બી.એડ. કોલેજ, દરેડ ખાતે ટીબી, હિપેટાઈટિસ, એચ.આઈ.વી., એનિમિયા, અને વાહકજન્ય રોગો પર જાગૃતિ સેમિનાર યોજાયો હતો. દર વર્ષે ૨૪ માર્ચે, વિશ્વ ક્ષય રોગ (ટીબી) દિવસ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય સૌથી ઘાતક ચેપી રોગ ટીબીને નાબૂદ કરવા માટે જાગૃતિ લાવવાનો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીબી નાબૂદી માટે જનભાગીદારી પર ભાર મૂક્યો છે. નિ-ક્ષય પોષણ યોજના હેઠળ, ટીબીના દર્દીઓને પોષણ માટે અપાતી માસિક નાણાકીય સહાય ૫૦૦ થી વધારીને ૧,૦૦૦ કરવામાં આવી છે, જે સમગ્ર સારવાર દરમિયાન દર્દી દીઠ કુલ ૬,૦૦૦ સુધીની સહાય પૂરી પાડે છે. આ સહાય મેળવવા માટે દર્દીનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
કાર્યક્રમમાં હિપેટાઈટિસ બી વિશે માહિતી આપતા જણાવાયું કે આ ગંભીર યકૃત રોગ છે, જે હિપેટાઈટિસ બી વાયરસથી ફેલાય છે. આ વાયરસ કોઈપણ ઉંમરના લોકોને સંક્રમિત કરી શકે છે. તેનાથી બચવા માટે સુરક્ષિત અને અસરકારક રસી ઉપલબ્ધ છે, જે નવજાત શિશુઓને જન્મના ૨૪ કલાકની અંદર આપવામાં આવે છે. એનિમિયાઃ આયર્નની ઉણપથી થતો આ સૌથી સામાન્ય રોગ છે. જેમાં લાલ રક્તકણોની ઉણપને કારણે શરીરના કોષોને પૂરતો ઓક્સિજન મળતો નથી, જેના પરિણામે નબળાઈ અને થાક લાગે છે. એનિમિયાને રોકવા માટે, આયર્ન, વિટામિન સી અને વિટામિન બી૧૨ જેવા પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો, જેમ કે ફળો, શાકભાજી અને પૂરતું પાણી પીવું જરૂરી છે.
આ સેમિનારમાં નારી વંદના ઉત્સવ અંતર્ગત મહિલાઓના સર્વાંગી વિકાસ, સુરક્ષા, સ્વાવલંબન, અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર પણ માર્ગદર્શન અપાયું હતું. મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં સશક્ત બને તે હેતુથી તેમને વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ સેમિનારમાં ૬૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમને ટીબી, હિપેટાઈટિસ, એચ.આઈ.વી., એનિમિયા, કુપોષણ અને વાહકજન્ય રોગો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ અને જિલ્લા ક્ષય અધિકારી ડો. પંકજકુમાર સિંઘના માર્ગદર્શન હેઠળ દરેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્ય મેડિકલ ઓફિસર ડો. મકવાણા, ડી.પી.એસ. વીકુંદ રાઠોડ, ટીબી સુપરવાઈઝર વિમલભાઈ નકુમ અને ટીબી વિઝિટર ઈરફાન શેખ સહિતના આરોગ્ય કર્મચારીઓએ ભાગ લીધો હતો. બી.એડ. કોલેજના આચાર્ય ડો. પ્રફુલ્લાબા જાડેજા અને શિક્ષક ડો. સંજયભાઈ ચોવટિયાએ આ કાર્યક્રમમાં સહકાર આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial