Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજનાથસિંહ દ્વારા ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થતા પહેલા જ વિપક્ષોએ બિહારનો મુદ્દો જોરશોરથી ઊઠાવ્યો અને સૂત્રોચ્ચાર કર્યા
નવી દિલ્હી તા. ર૮: આજે પૂર્વનિર્ધારિત શિક્યુલ મુજબ સંસદમાં ઓપરેશન સિંદૂર અંગે રક્ષામંત્રી રાજનાથસ્હિં ચર્ચા શરૂ કરાવવાના હતાં, પરંતુ તે પહેલા જ વિપક્ષોએ બિહારમાં વોટર લિસ્ટ, રિવિઝનના મુદ્દો જોરશોરથી ઊઠાવતા હોબાળો થયો હતો, અને તબક્કાવાર બન્ને ગૃહો બપોર સુધી સ્થગિત કરવામાં આવ્યા હતાં. એક અન્ય મુદ્દે એનડીએ દ્વારા પણ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
સંસદમાં ચોમાસુ સત્ર એક સપ્તાહ અઠવાડિયા પછી પણ શરૂ થઈ ચૂક્યું નથી. વિપક્ષના અનેક મુદ્દાઓ પર હોબાળાના પગલે આજે લોકસભા અને રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચાઓ થવાની હતી. પરંતુ ચર્ચા શરૂ થાય તે પહેલાં જ વિપક્ષ દ્વારા વોટર લિસ્ટ રિવિઝન મુદ્દે હોબાળો શરૂ કરવામાં આવ્યો હતો. જેના લીધે બંને સદનની કાર્યવાહી પહેલા તો બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ બપોરે ૧૨ વાગ્યે ફરી ચર્ચા શરૂ થાય તે પહેલાં વિપક્ષ વેલમાં આવીને હોબાળો કરી રહૃાુ હતું. જેથી સ્પીકર ઓમ બિરલાએ ત્રણ વખત વિપક્ષના સાંસદોને પૂછ્યું કે, તમે ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માગો છો કે નહીં, જો હા તો પોતાના સ્થાને પાછા જતાં રહો. પરંતુ વિપક્ષનો હોબાળો ચાલુ જ રહેતાં કાર્યવાહી ૧ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. અને તે પછી પણ હોબાળો થતો રહ્યો હોવાથી બે વાગ્યા સુધી લોકસભા સ્થગિત કરાઈ હતી.
શાસક અને વિરોધ પક્ષ ઓપરેશન સિંદૂર પર ૧૬-૧૬ કલાકની ચર્ચા કરવા તૈયાર થયુ હતું. જેની ચર્ચા આજે શરૂ થવાની હતી. શુક્રવારે બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં ૨૮ જુલાઈથી સદનના નિયમિત સંચાલન પર તમામ પક્ષોના ફ્લોર લીડર્સ પાસેથી સહમતિ લેવામાં આવી હતી. પરંતુ આજે કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ બિહારમાં વોટર લિસ્ટ રિવિઝન મુદ્દે હોબાળો શરૂ થયો હતો.
રાજ્યસભામાં પણ વિપક્ષનો હોબાળો ચાલુ રહૃાો હતો. જેના લીધે રાજ્યસભામાં ઉપસભાપતિ હરિવંશે શૂન્યકાળ સુધી આંગણવાડી સંબંધિત મુદ્દા પર બોલવા કહૃાું હતું. પરંતુ હોબાળો ચાલુ રહેતાં સદનની કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ૧૨ વાગ્યા બાદ પણ પરિસ્થિતિ જૈસે થૈ રહેતાં કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે, કોંગ્રેસે ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા દરમિયાન પોતાના તમામ લોકસભા સાંસદો માટે ત્રણ લાઈનના વ્હિપ જાહેર કર્યા હતાં. જેમાં તમામને આગામી ત્રણ દિવસ સુધી સદનમાં હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યા હતાં.
ગૃહમાં ૧૨ વાગ્યે કાર્યવાહી શરૂ થવાની હતી. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાની શરૂઆત કરવાના હતાં. રાજનાથ સિંહ પછી ભાજપના વક્તાઓની યાદીમાં તેજસ્વી સૂર્યા અને બૈજયંત પાંડાના નામ સામેલ છે.
ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ આજે સદનમાં બિહાર એસઆઈઆર મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવતાં દેખાવો કર્યા હતાં. બિહારમાં વોટર લિસ્ટ રિવિઝનની કામગીરી એનડીએના ઈશારે થઈ રહી હોવાનો આક્ષેપ મુકતાં વિરોધ પ્રદર્શન કર્યા હતાં.
એનડીએના સાંસદોએ આજે સોમવારે સપાના સાંસદ ડિમ્પલ યાદવ પર ઈસ્લામિક ધર્મગુરૂ મૌલાના સાજિદ રશિદી દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીની નિંદા કરતાં સંસદ પરિસરમાં દેખાવો કર્યા હતાં. સાંસદોએ 'નારી ગરિમા પર પ્રહાર, નહીં કરેંગે કભી ભી સ્વીકાર' (અમે મહિલાઓના ગૌરવ પર કોઈ હુમલો સહન નહીં કરીએ) લખેલા પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
વિપક્ષો બિહારમાં મતદાર યાદી સુધારણાના મુદ્દે સરકારનો જવાબ માંગી રહ્યા છે, ત્યારે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ કહ્યુ છે કે સંસદ ચાલવા જ ન દેવી તે ઠીક નથી. હકીકતે વિપક્ષોએ જ ઓપરેશન સિંદૂર પર ચર્ચા માંગી હતી અને હવે તે તેનાથી ભાગી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial