Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકાના હાપા, ઠેબા, સુવરડા, હર્ષદપુર, મોટા થાવરિયાના તળાવને નર્મદાના નીરથી ભરવાની ઊઠતી માગણી

ખેેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડાયરેક્ટરની પૂર્વ કૃષિમંત્રીને રજૂઆતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ જામનગર તાલુકાના સુવરડા, હર્ષદપુર, ઠેબા, મોટા થાવરિયા, હાપા વિગેરે ગામના તળાવ નર્મદાના પાણીની પાઈપલાનથી ભરી આપવા રજૂઆત અને માગણી કરવામાં આવી છે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-હાપાના ડાયરેક્ટર અશ્વિનભાઈ વિનોદભાઈ છૈયાએ રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, ગુજરાતની ગતિશીલ સરકાર હાલ ખેતીની જમીન વધુને વધુ સિંચાઈ હેઠળ આવે અને પિયતના માધ્યમથી વધુ ઉપજ લઈને ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં કામ કરે છે. આથી જામનગર તાલુકાના ઉપરોક્ત ગામોમાં કોઈ મોટા ડેમ નથી, કે ખેડૂતો સિંચાઈ કરી શકે. ભૂગર્ભમાં પાણીના કોઈ સ્ત્રોત નથી અને છેલ્લા ચાર વર્ષમાં વરસાદ પણ ઓછો થયો છે, ત્યારે સરકારે વાણિયા ગામ સિંચાઈ યોજના પાસે આવતી સૌની યોજનાની નર્મદાની પાઈપલાઈનમાંથી આ ગામના તળાવ ભરવામાં આવે તો કૂવા, બોર રિચાર્જ થશે અને ૧૭૪૦ એકર જમીનમાં બાર માસ પાક લઈ શકાશે.

આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ વિચિત્ર છે. અહીં કોઈ નાની-મોટી નદી પણ નથી. એક તરફ રણજીતસાગર અને બીજી તરફ વિજરખી અને સપડા ડેમ છે, પણ તેના કારણેે આ વિસ્તારને કંઈ ફાયદો નથી. આમ ખેડૂતોના ઉત્થાન માટે આ વિસ્તારના તળાવ નર્મદાના પાણીથી ભરી આપવા જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh