Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખનો અચાનક તઘલખી હુકમ!
ખંભાળિયા તા. ર૮: ખંભાળિયા નગરપાલિકા દ્વારા ગઈકાલે એકાએક અહીંના ખામનાથ પાસે પાલિકાના ચેકડેમ પાજના પાટિયા ખોલીને ચોમાસામાં ભરાયેલું પાણી ખોલી નખાતા શિયાળાની પૂર્ણાહુતિના સમયે હેઠવાસમાં પૂરની સ્થિતિ થઈ હોય તેમ પાણી વહેતુ થતા નીચેના વિસ્તારમાં રહેતા લોકો પણ કોઈ જાણ વગર પાણી છોડાતા મુશ્કેલીમાં મૂકાયા હતાં, તો વિશાળ સંખ્યામાં જળ રાશી છોડી નંખાતા ઉનાળાના સમયમાં નજીકના વિસ્તારોના કૂવા તથા બોરને જીવંત રાખવામાં મદદરૂપ આ નદીનું પાણી વહી જતા લોકોમાં પણ રોષની લાગણી ફેલાઈ છે.
ખંભાળિયા પાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુરનો આ બાબતે સંપર્ક કરતા તેમણે જણાવેલ કે ઘી નદીમાં આવત ગંદા પાણીના નિકાલ માટે બન્ને તરફ કેનાલ સાથે ગટરના પાણીનો નિકાલ કરવાની કરોડોની યોજનાના કામ માટે આ નદીનું પાણી નડતરરૂપ હોવાથી પાલિકા પ્રમુખના કહેવાથી છોડ્યું હતું.
જો કે, આ પાણી હાલ આ યોજના માટે નડતરરૂપ ના હોય, પછીથી ઉનાળો જાય તે પછી ચોમાસામાં પણ છોડી શકાયું હોત, પરંતુ અત્યારે છોડી નાખતા પાણી તો ચાલી ગયું લાખો લીટર પણ ગાંડીવેલ તેમાં હતી તે સૂકાતા નદીમાં ગંદી સ્થિતિ થવા પામશે તથા આ નદીમાં રોજ અનેક દયાળુઓ માછલાને ચારો નાખવા આવતા હોય, આવા લોકો પણ રોષે ભરાયા છે. વોર્ડ-૧ ના કોંગ્રેસ સદસ્યાના પ્રતિનિધિએ તો પાલિકા સત્તાવાળાએ ભ્રષ્ટાચાર કરવા આ કાર્ય કર્યાનો આક્ષેપ પણ કર્યો છે. ખેરખર અનેક વિસ્તારના કૂવા-બોરના પાણીને જીવાદોરી આપનાર આ ઘી નદીનું પાણી વિકાસ કાર્યમાં સંકલન કરીને રાખી શકાત તેને બદલે લાખો લીટર પાણી છોડતા શિયાળામાં ચોમાસાની જેમ નીચે નદીઓ વહેવા માંડ્યાની સ્થિતિ થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial