Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ૪ મામલતદારની સામૂહિક બદલીઃ ૯ અજમાયશીને સ્વતંત્ર કામ સોંપાયું
ખંભાળિયા તા. ૯: હાલારના દ્વારકા, ખંભાળિયા, જોડિયાના મામલતદારો બદલાયા છે. દ્વારકા જિલ્લાના પ૪ મામતલદારની સામૂહિક બદલીઓ થઈ છે.
ગુજરાત સરકારના મહેસુલ વિભાગના સંયુક્ત સચિવ શ્રી સચિન પટવર્ધનની સહી સાથે ગઈકાલે સાંજે રાજ્યના પ૪ મામલતદારની સામૂહિક બદલીનો હુકમ થયો છે. જેમાં હાલારના ત્રણ બદલાયા છે.
દ્વારકાના મામતદાર જીનેશ એમ. મહેતાને જોડિયા મામલતદાર તરીકે જામનગર જિલ્લામાં મૂકાયા છે. ખંભાળિયા મામલતદાર વિક્રમ વરૂને અમરેલી ગ્રામ્ય મામતલદાર તરીકે મૂકાયા છે.
અજમાયશી મામલતદારો તરીકે કામગીરી પૂર્ણ કરનારા અમરેલીના સુરેશકુમાર બાલાભાઈ દેસાઈની ખંભાળિયા મામલતદાર તરીકે તથા અનિલકુમાર ધરણાંતભાઈ ભેડાની જામનગરથી દ્વારકા મામલતદાર તરીકે નિયુક્ત થઈ છે.
ખભાળિયા મામલતદાર તરીકે વિક્રમ વરૂએ દબાણો હટાવવાની ખૂબ જ સારી કામગીરી કરી હતી તથા દ્વારકામાં પણ તેમણે કામગીરી કરી હતી.
ઉલ્લેખનિય છે કે, અજમાયશી પીરિયડ પૂરો થયા પછી હવે ૯ મામલતદારને ૭પ અઠવાડિયાના સ્વતંત્ર કામગીરી સોંપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial