Advertisement
Author: નોબત સમાચાર

ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ૧૪મી એપ્રિલે સીઝફાયર અંગે યોજાશે બેઠક

અમેરિકાની મધ્યસ્થતા હેઠળ

                                                                                                                                                                                                      

તેલઅવીવ તા. ૧૧: ઈઝરાયલ લેબેનોન સાથે ૧૪ એપ્રિલે આમને-સામને બેઠક યોજશે જેથી યુદ્ધવિરામની આશા જાગી છે.

અમેરિકાની મધ્યસ્થતામાં ઇઝરાયલ અને લેબનાન વચ્ચે સીધી વાતચીતનો દોર શરૂ થયો છે. વોશિંગ્ટનમાં બંને દેશોના રાજદૂતો વચ્ચે ફોન પર વાતચીત થઈ છે. તે પછી હવે ૧૪ એપ્રિલે સામસામે બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લાંબા સમયથી રાજદ્વારી સંબંધો ન ધરાવતા આ બંને દેશો વચ્ચેની આ મુલાકાત શાંતિ સ્થાપવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. લેબનાનના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી આવેલા નિવેદન અનુસાર, અમેરિકાએ આ ટેલિફોનિક વાતચીતનું આયોજન કર્યું હતું. જેમાં લેબનાનમાં અમેરિકી રાજદૂત પણ સહભાગી થયા હતા. આગામી મંગળવાર, ૧૪ એપ્રિલે વોશિંગ્ટનમાં અમેરિકી વિદેશ વિભાગમાં બંને પક્ષો વચ્ચે ઔપચારિક બેઠક યોજાશે.

આ બેઠક અમેરિકાના સીઝફાયર પ્લાનનો જ એક ભાગ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય બોર્ડર પર વધેલા તણાવને ઘટાડવાનો અને યુદ્ધવિરામ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવાનો છે. એક તરફ વાટાઘાટોની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ ઇઝરાયલના લેબનાન પર હુમલા સતત ચાલુ છે. લેબનાની અધિકારીઓના જણાવ્યા મુજબ, ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં આશરે ૨,૦૦૦ લોકોના મોત થયા છે અને ૬,૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. બુધવારે થયેલા સીઝફાયર બાદ પણ ઇઝરાયલે બોમ્બમારો ચાલુ રાખતા ૩૫૭ લોકોના જીવ ગયા હોવાના અહેવાલ છે.

ઇઝરાયલનું વલણ એવું છે કે સીઝફાયરમાં લેબનાનનો સમાવેશ થતો નથી, જ્યારે ઈરાનનો દાવો છે કે લેબનાન પણ આ શાંતિ પ્રક્રિયાનો હિસ્સો છે. ઈરાને ચેતવણી આપી છે કે જો લેબનાન પર હુમલા ચાલુ રહેશે તો શાંતિ વાટાઘાટો જોખમમાં મુકાઈ શકે છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે તમામની નજર ૧૪ એપ્રિલની બેઠક પર ટકેલી છે કે શું આ મંત્રણા હિંસાનો અંત લાવવામાં સફળ રહેશે કે કેમ?

બીજી તરફ ઈઝરાયલ-લેબેનોનની શાંતિ મંત્રણામાં હીઝબુલ્લાહ સંકળાયેલ નહીં હોય અને બે દેશો વચ્ચે જ મંત્રણાઓ થશે, તેવા પણ અહેવાલો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh