Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં ચૂંટણી અધિકારીઓને તાલીમ

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી સંદર્ભે

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૪: સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓ ર૦ર૬ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી અધિકારીઓ અને મદદનિશ ચૂંટણી અધિકારીઓની તાલીમ અપાઈ હતી.

રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ખંભાળીયા તથા રાવલ નગરપાલિકાની સામાન્ય અને સલાયા નગરપાલિકા વોર્ડ નં. ૩ ની પેટા ચૂંટણી માટે આગામી તા. ર૬-એપ્રિલના યોજાશે. આ સાથે આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શિતા સાથે યોજાઈ તે માટે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ છે. જેના અનુસંધાને ચૂંટણી અધિકારીઓ (આરઓ) અને અન્ય મદદનીશ ચૂંટણી અધિકારીઓ (એઆરઓ) માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમમાં અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયાના વિવિધ પાસાઓ જેમ કે, ચૂંટણી અધિકારીની સત્તા અને જવાબદારીઓ, મતદાન માટેની તૈયારીઓ, મતગણતરીની પ્રક્રિયા અને પરિણામ, નામાંકન પ્રક્રિયા, ઈવીએમનું સંચાલન ઉમેદવારી પત્રો ભરવાની પદ્ધતિ, ફોર્મની ચકાસણી, ઉમેદવારી પત્રો ખેંચવાની પ્રક્રિયા સહિતના અંગે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત ઈવીએમના કાર્યકારી સંચાલન તેમજ મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની રર, તાલુકા પંચાયતોની ૮૦ તેમજ નગરપાલિકાઓની ૬૧ બેઠકો માટે આગામી તા. ર૬-એપ્રિલના મતદાન તથા તા. ર૮ એપ્રિલના મતગણતરી કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh