Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૯ એપ્રિલ, ગુરૂવાર અને ચૈત્ર વદ સાતમનું રાશિફળ

તુલા સહિત બે રાશિના જાતકોને કામની કદર-પ્રશંસા થાય તથા દોડધામ-શ્રમમાં  ઘટાડો જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપની બુદ્ધિ-મહેનત-અનુભવથી કામકાજનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં  સરળતા રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૮

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે નાણાકિય લેવડ-દેવડમાં  ધ્યાન રાખવું.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના તથા સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો  સહકાર મળી રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૨

 

Cancer (કર્ક: ડ-હ)

આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને  ચિંતા રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૭

 

Leo (સિંહ: મ-ટ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. આયાત-નિકાસના ધંધામાં  સાનુકૂળતા રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૯-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામમાં  સાનુકૂળતા રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૨

 

Libra (તુલા: ર-ત)

આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય.  કામ ઉકેલાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૮-૫

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. વાદ-વિવાદ, ગેરસમજથી  સંભાળવું પડે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતા રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો  લઈ શકાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આપના કામનો ઉકેલ  આવતા રાહત રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.  પરદેશના કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા  આપને સતાવ્યા કરે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૭-૪



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh