Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૧૧ વર્ષમાં ૧૫.૮૯ કરોડ બાળકોની નિઃશુલ્ક આરોગ્ય તપાસણીઃ રૂા. ૧૮ લાખ બાળકોને ગંભીર રોગ

શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: 'શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય' કાર્યક્રમ હેઠળ રાજ્યમાં છેલ્લા ૧૧ વર્ષમાં અંદાજે કુલ ૧૫.૮૯ કરોડ કરતાં વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હોવાનો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ દાવો કર્યો છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બાળકો સહિત તમામ નાગરિકોના આરોગ્યની સતત કાળજી લેવામાં આવી રહી છે. આ અંગે વિગતો આપતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, 'શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય' કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ૧૧ વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૪-૧૫થી ૨૦૨૪-૨૫ સુધીમાં અંદાજે કુલ ૧૫.૮૯ કરોડ કરતાં વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી છે. જેમાં સુપર સ્પેશિયાલિટી તરીકે ૧.૬૭ લાખ હદય સંબંધિત સર્જરી અને સારવાર, ૨૦ હજાર કરતાં વધુ કિડનીની સારવાર, ૧૧ હજાર જેટલા બાળકોની કેન્સર સારવાર, ૨૦૬ બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ, ૩૭ લીવર ટ્રાન્સપ્લાન્ટ, ૨૧૧ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, ૩,૨૬૦ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સહિતની વિવિધ બીમારીઓ અંતર્ગત કુલ ૨.૧૮ લાખ કરતાં વધુ બાળકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે.

આરોગ્ય મંત્રી પાનશેરીયાએ કહૃાું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ભવિષ્યની પેઢીને વધુ તંદુરસ્ત બનાવવાના હેતુસર 'શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય' કાર્યક્રમ યોજના અમલી બનાવવામાં આવી છે. જેમાં નવજાત શિશુથી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકો જેવા કે આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા શાળામાં ન જતાં બાળકોની નિયમિત આરોગ્ય તપાસ, સ્ક્રીનીંગ અને જરૂરી સારવાર રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં 'શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય' કાર્યક્રમ હેઠળ રાજ્યમાં કુલ ૯૯૨ મોબાઇલ હેલ્થ ટીમો કાર્યરત છે, જેમાં દરેક ટીમમાં બે આયુષ મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ તથા એએનએમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમામ ડિલિવરી પોઇન્ટ પર નવજાત શિશુઓનું બર્થ ડિફેક્ટ ૪ડી સ્ક્રીનીંગ પણ કરવામાં આવે છે.

વધુમાં, આરોગ્ય શિક્ષણ, પોષણ, સ્વચ્છતા, કાઉન્સેલિંગ વગેરે સેવાઓ સાથે એનિમિયા, પોષણની ઉણપ, દૃષ્ટિ-શ્રવણ સમસ્યા, દાંત-ત્વચા-હ્ય્દય સંબંધિત ખામી, શીખવાનો વિલંબ, વર્તન સમસ્યાઓ વગેરેની તપાસ અને સારવાર પણ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આરોગ્ય મંત્રી પાનશેરીયાએ કહૃાું હતું કે, દર વર્ષે અંદાજે ૧.૮૯ કરોડથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી થાય છે, તેમજ જરૂરિયાત મુજબ પીએચસી સીએચસી-એસડીએચ, જિલ્લા હોસ્પિટલ, મેડિકલ કોલેજ અથવા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિનામૂલ્યે રીફરલ સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત નિદાન, રિફરલ અને સારવાર માટે રાજ્યમાં ૨૮ જિલ્લા અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (ડીઆઈઈસી) કાર્યરત છે. (એસએચ-આરબીએસકે) કાર્યક્રમ સર્વ શિક્ષા અભિયાન અને ટેકો પોર્ટલ સાથે ઇન્ટીગ્રેટેડ છે, જેથી દરેક બાળકની આરોગ્ય માહિતી ડિજિટલ રીતે ઉપલબ્ધ કરવામાં આવી છે. તદુપરાંત રાજ્ય સરકાર દ્વારા કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવેલ બાળકોને બીજી વખત પ્રોસેસર વિનામૂલ્યે આપવામાં આવે છે.

આમ, 'શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ' એ નવજાત બાળકથી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોના સર્વાંગી આરોગ્ય માટેની એક સમગ્ર વિનામૂલ્યે અને ટેકનોલોજી આધારિત પહેલ છે, જે ભવિષ્યની પેઢીને વધુ સ્વસ્થ અને સક્ષમ બનાવે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh