Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીન સહીત બે રાશિને આવનારા સપ્તાહમાં કામમાં સફળતા મળે, કામનું ભારણ વધે
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્યક્ષેત્ર સારો એવો લાભ પ્રાપ્ત થતો જણાય. આપના કાર્યો-પ્રયાસોને બિરદાવવામાં આવે. આર્થિક પ્રગતિ સાધવાની ઈચ્છા ફળીભૂત થતી જણાય. આરોગ્ય બાબતે સમય નબળો રહે. આહાર-વિહાર, પડવા-વાગવાથી સાવચેતી રાખવી. દાંપત્યજીવનમાં સંબંધોમાં એકરૂપતા બની રહે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. મોજ-શોખ પાછળ ખર્ચ થાય. તા. ૩૦ થી ર ખર્ચાળ. તા. ૩ થી પ લાભદાયી.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ બેચેનીભરી રહેવા પામે. ઘર-પરિવારના સભ્યો કે મિત્રો સાથે વાદ-વિવાદ કે બોલાચાલી થઈ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. વ્યાપારી વર્ગ માટે નવી ખરીદી માટે સમય શુભ જણાય છે. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી જરૂરી જણાય છે. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવધ રહેવું. તા. ૩૦ થી ર મિશ્ર. તા. ૩ થી પ વિવાદ ટાળવા.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે સંયમપૂર્વક ચાલવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ સામા પવને ચાલતા હોય તેવો અનુભવ થાય. પરિસ્થિતિને કાબૂમાં લેવા અથાગ મહેનત-પરિશ્રમ કરવા પડે. વ્યાપાર-ધંધામાં આર્થિક વ્યવહારોમાં સાવચેતી દાખવવી. કોર્ટ-કચેરી જેવા સરકારી કાર્યોમાં અન્ય વ્યક્તિની મધ્યસ્થા દ્વારા સારૂ રહે. જાહેરજીવન ક્ષેત્રે વરિષ્ઠ વ્યક્તિઓ સાથે મિલન-મુલાકાત થાય. ધાર્મિક-આધ્યાત્મિક બાબતોમાં આપની રૂચિ વધતી જણાય. તા. ૩૦ થી ર સંભાળવું. તા. ૩ થી પ મિલન-મુલાકાત.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે નવી પ્રવૃત્તિઓ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવી કાર્યરચના સાથે જોડાઈ શકો છો. નવી વ્યાવસાયિક યોજનાઓનું અમલીકરણ થાય. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય સાનુકૂળ રહે. આર્થિક સ્થિતિ મધ્યમ રહે, છતાં નોંધપાત્ર આવક માટે હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. ઘર-પરિવારમાં નાના-મોટા વાદ-વિવાદ થઈ શકે. મિત્ર સાથે અણબનાવ થઈ શકે. તા. ૩૦ થી ર નવીન કાર્ય થાય. તા. ૩ થી પ વિવાદ ટાળવા.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે કામનું ભારણ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વધારે પડતા કાર્યબોજને કારણે આપને ત્રસ્તતાનો અનુભવ થાય. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને નિવારવા સક્ષમ બનશો. સામાજિક ક્ષેત્રે ઈજ્જત-આબરૂમાં વધારો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. તબિયત અંગે કાળજી રાખવી જરૂરી બને. જમીન-મકાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશો. ગૃહસ્થજીવનમાં વડીલ વર્ગ સાથે બોલાચાલી ટાળવી. તા. ૩૦ થી ર કાર્યભાર વધે. તા. ૩ થી પ માન-સન્માન.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ઘર-પરિવારના સદસ્યો સાથે મનમેળ સાધી શકશો. ભાઈ-ભાંડુની સહાય-સલાહ ઉપયોગી નિવડે. ગૃહસ્થજીવનનું વાતાવરણ પ્રફૂલ્લિત જણાય. સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. નાણાકીય સ્થિતિ થોડી નબળી પડતી જણાય. મર્યાદિત આવકની સાથે ખર્ચનું પ્રમાણ વધારે થતા આર્થિક ભીંસની અનુભૂતિ થતી જણાય. યાત્રા-પ્રવાસ સુખદ, પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. તા. ૩૦ થી ર સ્વાસ્થ્ય સાચવવું. તા. ૩ થી પ આનંદદાયી.
Libra (તુલા: ર-ત)
તમારા માટે સકારાત્મક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપતાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની અંદર એક નવી ઊર્જાનો સંચાર થતો જણાય. કાર્યશૈલીમાં સુખદ બદલાવ લાગી શકશો. અધુરા કે અટવાયેલા કાર્યો આગળ વધારી શકશો. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે કોઈ નવું સાહસ થઈ શકે. આર્થિક સ્થિતિમાં ધીમી ગતિએ પણ મક્કમ સુધારો જોઈ શકો. સ્વાસ્થ્યની બાબતમાં સમય થોડો નબળો જણાય છે. આહાર-વિહારમાં કાળજી રાખવી જરૂરી જણાય છે. તા. ૩૦ થી ર ઉત્સાહ રહે. તા. ૩ થી પ તબિયત સાચવવી.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપા માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે રૂકાવટો અને વિઘ્નોને કારણે માનસિક રીતે અસમંજસમાં રહી શકો, જેની થોડીઘણી અસર આપની આર્થિક સ્થિતિ ઉપર પડતી જણાય. આકસ્મિક ધનલાભ દ્વારા પરિસ્થિતિને સંભાળવા સક્ષમ બની શકશો. સામાજિક ક્ષેત્રે માન-મોભામાં વૃદ્ધિ થતી જોવા મળે. ઘર-પરિવારના વ્યક્તિઓ સાથે સમય સુખરૂપ પસાર થાય. દાંપત્યજીવનમાં વસંત ખીલતી જણાય. તા. ૩૦ થી ર સુખદ. તા. ૩ થી પ નાણાભીડ.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે આરોગ્ય સુખાકારી સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનું બગડેલું સ્વાસ્થ્ય સુધરતું જણાય. શારીરિક તથા માનસિક રીતે આપ પ્રફૂલ્લિત બનશો. કાર્યક્ષમતામાં વધારો થાય. વેપાર-ધંધામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શકશો. સામાજિક વાતાવરણ એકંદરે શાંત રહે. ભાઈ-ભાંડુ સાથે કોઈ અણબનાવ કે મનદુઃખ હશે તો તેને દૂર કરી શકશો. પારિવારિક સંબંધો મજબૂત બનતા જણાય. યાત્રા-પ્રવાસ ખર્ચાળ પૂરવાર થાય. તા. ૩૦ થી ર સ્વાસ્થ્ય સુધરે. તા. ૩ થી પ સંબંધ સુધરે.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે નફા-નુક્સાનભર્યું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન નાણાકીય ઉલટફેરો જોવા મળી શકે છે. અણધાર્યા ખર્ચાઓને કારણે મહિનાનું આર્થિક બજેટ હાલક-ડોલક થતું જણાય, જ્યારે વ્યાપર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે આપની કુનેહ તથા પરિશ્રમથી ધાર્યો લાભ પણ પ્રાપ્ત થાય. સ્વાસ્થ્ય બાબતે આ સમય એકંદરે સારો પૂરવાર થાય. યાત્રા-પ્રવાસનું આયોજન વિચારતા હોવ તો સમય અનુકૂળ રહે. ઘર-પરિવારમાં વડીલ વર્ગ સાથે વાદ-વિવાદ ટાળવો સલાહભર્યો રહેશે. તા. ૩૦ થી ૧ વ્યવસાયમાં લાભ. તા. ર થી પ ખર્ચાળ.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સમયગાળામાં પરેશાનીઓનો બોજ હળવો થતો જણાય. કોઈ અણધારી મદદ મળતી જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા માનસિક શાંતિનો અનુભવ કરી શકશો. સ્વાસ્થ્ય થોડું નરમ-ગરમ રહેવા પામે. ઋતુગત નાની-મોટી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. સામાજિક જીવનમાં આપના પ્રયાસો-કાર્યોને બિરદાવવામાં આવે. ગુમાવેલી નામના-પદ પુનઃ પ્રાપ્ત કરી શકશો. સંતાનના અભ્યાસ અંગે ચિંતા રહે. તા. ૩૦ થી ર સુખદ. તા. ૩ થી પ સામાજિક કાર્ય થાય.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે સફળતાદાયક સપ્તાહ શરૂ થાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ગ્રહ-ગોચર આપના પક્ષે હોય, પરિશ્રમ કરતા પ્રારબ્ધનું પ્રમાણ વધારે જોવા મળે. વ્યાપાર-ધંધામાં નવું સાહસ થઈ શકે કે નવી યોજના અમલમાં લાવી શકો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધરી શકે, જ્યારે સ્વાસ્થ્ય બાબતે સમય થોડો નબળો જણાય છે. પડવા-વાગવાથી નાની-મોટી ઈજા થઈ શકે છે. વાહન ચલાવવામાં તકેદારી રાખવી ઈચ્છનિય રહેશે. પ્રવાસ-મુસાફરી આનંદદાયક તથા ખર્ચાળ પૂરવાર થાય. તા. ૩૦ થી ૧ લાભદાયી. તા. ર થી પ સ્વાસ્થ્ય સાચવવું.