Advertisement
Author: નોબત સમાચાર

ઓખાની ગાંધીનગરીમાં ગંજીપાના કૂટી રહેલા છ શખ્સની કરાઈ અટક

મોબાઈલ, રોકડ સહિતનો મુદ્દામાલ કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: ઓખાની ગાંધીનગરીમાં શનિવારે સાંજે જાહેરમાં ગંજીપાના કૂટી રહેલા છ શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે. પટમાંથી રોકડ તથા બે મોબાઈલ મળી રૂ.૧૯૧૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

ઓખામાં આવેલી ગાંધીનગરી-ભુંગામાં બુખારી ચોકમાં શનિવારે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી પરથી ઓખા મરીન પોલીસ સ્ટેશન ના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

આ સ્થળે ગંજીપાના કૂટતા ઈશાભાઈ મુસાભાઈ ચૌહાણ, મજીદ ઉમરભાઈ મોખા, રફીક ઉમરભાઈ ચંગડા, આદમ સુલેમાન સંઘાર, જાવેદ જુસબભાઈ થૈયમ, ફિરોઝ જુસબભાઈ સુમણીયા નામના છ શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૮૧૦૦ રોકડા તથા બે મોબાઈલ કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh