Advertisement
Author: નોબત સમાચાર

સરકારી કોન્ટ્રાક્ટર હોવાનું કહી રૂ:ા.સવા ચાર કરોડનું ફૂલેકું ફેરવી નાખનારના જામીન નામંજૂર

જુદા જુદા આસામીઓનું ફેરવી દેવાયું હતું ફૂલેકું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના કેટલાક આસામીઓને પોતાની પાસે સરકારી કોન્ટ્રાક્ટનું મોટું કામ છે તેમ કહી આંબા આંબલી બતાવી એક શખ્સે રૂ:ા.સવા ચાર કરોડનું ફૂલેકુ ફેરવ્યું હતું. આ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ થયા પછી તેની ધરપકડ કરાઈ હતી. ઉપરોક્ત આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.

જામનગરના હવાઈચોક વિસ્તારમાં મંસીલ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા મંસીલ હર્ષદભાઈ કોયા નામના આસામી સામે ગયા નવેમ્બર મહિનામાં અશ્વિનભાઈ વસરામભાઈ નામના આસામીએ ફૂલેકુ ફેરવી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવાયા મુજબ મંસીલ કોયાએ જામનગર તેમજ મોરબી અને અન્ય જિલ્લાઓમાં પોતાનું સરકારી કોન્ટ્રાક્ટનું કામ ચાલુ છે તેમ કહી આ કામ માટે રોકાણ કરવા અને ૧૪ ટકા નફો રોકાણકારોને આપવાની વાતો કરી રૂ:ા.ર૧ લાખ અશ્વિનભાઈના મામાના દીકરા રક્ષિત મુળજીભાઈ પાસેથી લીધા હતા. તે પછી મુંબઈમા ડસ્ટબીન સપ્લાયનું કામ છે તેમાં રૂ:ા.ર૮ લાખ પ૦ હજાર રોકવાનું કહ્યું હતું અને તે ઉપરાંત મિલન વિનોદભાઈ પાસેથી ૩૬ લાખ, ભવ્ય અતુલભાઈ પાસેથી રૂ:ા.૧૪ લાખ, આસિતસિંહ રણજીતસિંહ પાસેથી રૂ:ા.૩૮ લાખ, નિરવ મહેન્દ્રભાઈ પાસેથી રૂ:ા.૧૦ લાખ મળી કુલ રૂ:ા.૨ કરોડ ૪૩ લાખ પ૦ હજારની છેતરપિંડી કરાયાનો આક્ષેપ મૂકાયો હતો.

આ ગુન્હામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ઉપરોક્ત આરોપીએ ચાર્જશીટ થયા પછી જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરી હતી તેની સામે સરકારી વકીલ રાજેશ વશીયરે આ આરોપીએ કુલ રૂ:ા.૪ કરોડ ૩૭ લાખ ૭પ હજારની છેતરપિંડી કર્યાનું જણાવી જામીન અરજીનો વિરોધ કરતા અદાલતે આરોપીની અરજી ફગાવી દીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh