Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજા થયા પછી નાસી ગયેલા નગરના શખ્સને પકડી પાડતી પોલીસ

દારૂબંધી ભંગના પણ બે જિલ્લામાં નોંધાયા છે ગુન્હાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં વસવાટ કરતા એક શખસ સામે જામનગર તેમજ ગાંધીધામમાં દારૂબંધી ભંગના ગુન્હા નોંધાયેલા હતા. આ શખ્સને ચેક પરતના કેસમાં સજા થયા પછી અને બે પકડ વોરંટ ઈસ્યુ થયા પછી પણ પકડી શકાયો ન હતો. ભાગતા ફરતા આ શખ્સને દબોચી લેવામાં આવ્યો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૬૪માં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણ લક્ષ્મીદાસ ગજરા ઉર્ફે પવી નામના શખ્સ સામે જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂબંધી ભંગનો એક ગુન્હો તેમજ ગયા વર્ષે કચ્છના ગાંધીધામમાં પણ દારૂબંધી ભંગનો ગુન્હો નોંધાયેલો છે. તે ઉપરાંત આ શખ્સ સામે ચેક પરતના એક કેસમાં સજાનું વોરંટ અને અન્ય બે કેસમાં પકડ વોરંટ ઈસ્યુ થયેલા છે.

આ શખ્સ ભાગતો ફરતો હતો. તેને પકડવા માટે સિટી એ ડિવિઝનના પીઆઈ વી.એમ. ડોડીયાએ આપેલી સૂચનાના પગલે ગઈકાલે પ્રવીણ લક્ષ્મીદાસ ગજરાને દબોચી લેવામાં આવ્યો છે. આ શખ્સ અગાઉ પણ દારૂબંધી ભંગના ગુન્હામાં અને મારામારીના ગુન્હામાં ઝડપાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh