Advertisement
Author: નોબત સમાચાર

લિવ ઈન રીલેશનશીપમાં રહેતી યુવતીને ગાળો ભાંડી ધોકાથી યુવકે માર માર્યાે

એલપીજી ટેન્કરના ચાલકનો સિક્યુરિટી પર હલ્લોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના એક યુવાન સાથે લિવ ઈન ઈલેશનશીપમાં દોઢેક મહિનાથી રહેતી યુવતીને શંકા કરી આ યુવકે ગાળો ભાંડતા તેણી વિકાસગૃહમાં ચાલી ગઈ હતી. જ્યાંથી સોમવારે આ યુવકના ઘર પાસે આવેલી યુવતીને ફરીથી ગાળો ભાંડી ધોકાથી માર મારવામાં આવતા તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે એલપીજીનું ટેન્કર ભરવા આવેલા ઝાખરના એક શખ્સે ખાનગી કંપનીના સિક્યુરિટી ગાર્ડ પર ધોકાથી હુમલો કર્યાની ફરિયાદ થઈ છે.

જામનગરના મયુરનગર વિસ્તારમાં આવેલા વામ્બે આવાસ પાસે ત્રણ માળીયામાં મકાન નં.૧૩માં રહેતા વિજય કરશનભાઈ કુકડીયા નામના યુવાન સાથે દોઢેક મહિનાથી કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામની એક યુવતી લિવ ઈન ઈલેશનશીપમાં રહેતી હતી.

તે દરમિયાન વિજયે તેણી પર શંકા કરવાનું શરૂ કરી ગાળો ભાંડી ઝઘડા શરૂ કર્યા હતા. તે પછી આ યુવતી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં રહેવા માટે ચાલી ગઈ હતી. જયાંથી સોમવારે સાંજે મયુરનગર આવેલી આ યુવતીને ગાળો ભાંડી વિજયે ધોકા તથા પટાથી હુમલો કરી પગમાં છરી વડે છરકો પાડ્યો હતો. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ યુવતીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મીઠોઈ ગામના પાટીયા નજીક નયારા એનર્જી રિફાઈનરીમાં એનઈ ગેઈટ પાસે ગઈકાલે બપોરે રવિન્દ્ર પારસસિંઘ નામના બિહાર રાજ્યના ભોજપુર જિલ્લાના વતની યુવાન પોતાની સિકયુરિટી ગાર્ડ તરીકેની નોકરી પર હાજર હતા ત્યારે ઝાખર ગાના ખોડુભા દિલુભા જાડેજા ટેન્કરમાં એલપીજી ભરવા માટે આવ્યા હતા. આ વેળાએ રવિન્દ્રકુમાર સાથે બોલાચાલી થયા પછી ખોડુભાએ ધોકાથી હુમલો કરી તેને માર માર્યાની મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh