Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વર્લીના આંકડા લખતા ત્રણ ઝબ્બે

જામજોધપુર, લાલપુરમાંથી પણ વર્લીબાજની ધરપકડઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાંથી બે શખ્સ અને ઓશવાળ હોસ્પિટલ પાસેથી એક શખ્સ વર્લીના આંકડા લખતા ઝડપાઈ ગયા છે. જામજોધપુરમાંથી બે અને લાલપુરમાંથી પણ એક વર્લીબાજની પોલીસે ધરપકડ કરી છે.

જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં ગઈકાલે સાંજે વેરશીવાડના ઢાળીયા નજીક ઉભા રહી વર્લીના આંકડા લખતા તબરેજ હુસેન સીપાઈ નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. જ્યારે શાક માર્કેટ નજીકથી હિતેશ કિશોર રોડીયા નામનો શખ્સ પણ વર્લીનંુ બેટીંગ લેતો મળી આવ્યો છે. બંનેના કબજામાંથી રોકડ, આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરાઈ છે.

દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ઓશવાળ હોસ્પિટલ પાસેથી દીપક શામજી ભદ્રા અને હાપા રેલવે સ્ટેશન પાસેથી પ્રવીણ વલ્લભભાઈ સીપરીયા  નામનો શખ્સ પણ વર્લીના આંકડા લખતો મળી આવ્યો હતો. લાલપુરમાં ૬૬ કેવી સબ સ્ટેશન પાસેથી ચંદુભા દીપુભા ચુડાસમા અને જામજોધપુર શહેરમાં ધર્મશાળા રોડ પરથી સોહિલ મામદ રાઉકરડા અને ગૌશાળા પાસેથી રવિ ધીરૂભાઈ ઝીંઝુવાડીયા નામના બે વર્લીનું બેટીંગ લેતા ઝડપાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh