Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦ર૧ માં ભાજપે ર૮ માંથી ર૬ બેઠકો મેળવી હતીઃ મુદ્ત ૧પ માર્ચે થશે પૂરી
ખંભાળિયા તા. ૧૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા નગરપાલિકાની મુદ્ત વર્તમાન બોડીની તા. ૧પ-૩-ર૦ર૬ ના પૂર્ણ થતી હોય તથા પાલિકા વહીવટદાર તરીકે રાજ્ય સરકાર દ્વારા ખંભાળિયા ડે. કલેક્ટર કે.કે. કરમટાની નિમણૂક પણ થઈ ગઈ હોય, રવિવારે મુદ્ત પૂર્ણ થતાં સોમવાર તા. ૧૩/૩ થી તેેઓ ચાર્જ સંભાળશે તથા પાલિકાની ચૂંટણી પછી નવી બોડી આવશે ત્યાં સુધી તેમનું શાસન ચાલશે.
દેવભૂમિ જિલ્લાની ખંભાળિયા નગરપાલિકા આમ તો લાંબા સમયથી ચાર ટર્મ ઉપરાંતથી ભાજપનું શાસન ચાલે છે પણ ગત્ વખતે જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ તથા શહેર પ્રમુખ અનિલભાઈ તન્ના તથા હોંશિયાર આગેવાનોના માર્ગદર્શનથી વ્યવસ્થિત રીતે ટિકિટ ફાળવણી થતા તથા ક્રોસ વોટીંગવાળા વોર્ડમાં ખાસ એક્શન પ્લાન સાંસદ પૂનમબેન માડમે અમલ કરતા વોર્ડ-૭ કે જેમાં અડધા કોંગ્રેસી, અડધા ભાજપ સદસ્યો ચૂંટતા તે વોર્ડમાં પણ તમામ સભ્યો ભાજપના સાથે ર૮ માંથી ર૬ બેઠકો ભાજપે કબજે કરી હતી. વોર્ડ ૧ તથા વોર્ડ ચારમાં જ બે સદસ્યો વિપક્ષના આવ્યા હતાં.
ગત્ વખતે કોંગ્રેસ, આપ, બસપા જેવા વિપક્ષો હતાં, જ્યારે આ વખતે ર૦ર૬ ની ચૂંટણીમાં ભાજપનેે વધુ હરિફાઈ સખત થશે કેમ કે 'આપ'ના ઈશુદાન ગઢવીએ ખંભાળિયાને તેમનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે તથા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પાલભાઈ આંબલિયા પણ આ ચૂંટણીમાં ખાસ રસ લેનાર છે, ત્યારે ર૮ બેઠકો જે હવે ૩૬ ની થઈ ગઈ છે તેમાં ભાજપ કેટલું સફળ થશે તે તેના આયોજન પર મદાર રાખશે.
ખંભાળિયામાં કરોડોના ખર્ચે રસ્તા, નવી સવલતો, નવા બિલ્ડીંગો, ટાઉનહોલની સવલત, શોપીંગ સન્ટર તથા ભાવિ અનેક કરોડોની યોજનાઓ તથા ચાલુ યોજનાઓ ઘી તેલી ડ્રમેજ, રીવરફ્રન્ટ, ઓવરબ્રિજ, ભૂગર્ભ ગટર નિકાલ માટે કરોડો ફાળવાયા છે, ત્યારે પાંચ વર્ષભાં કરોડોના કામો છતાં હજુ ખંભાળિયામાં પ્રવેશતા જ ખાડા તથા ધૂળિયા રસ્તા સાથે દ્વારકા જિલ્લાના વડા મથકમાં બહારગાથી આવતા મુસાફરોનું સ્વાગત થાય છે.
હજુ આજે પણ કરોડોના ખર્ચે ડોર ટુ ડોર કચરા કલેક્શન વધારાના ઢગલાબંધ રાજ્યમાં સૌથી વધુ સફાઈ કર્મીવાળી ખંભાળિયા પાલિકામાં સ્તા પર ગંદકી, ઉકરડાના ઢગલા, શાક માર્કેટના દરવાજા પાસે કચરાના ઢગલા, કરવેરા વસૂલાતમાં ઢીલી નીતિ, ગમે ત્યાં ઉભરાતી ગટરો, રખડતા ઢોરનો ત્રાસ તથા નબળા રસ્તાઓ અને નબળા કામો આજે પણ યથાવત્ જેવી સ્થિતિમાં છે. ગામમાં દાખલ થતા જ સુઘડ અને સારા રસ્તા, સફાઈની ઉત્તમ વ્યવસ્થાવાળું ખંભાળિયા ગામ ક્યારે બનશે? તે પ્રશ્ન આજે પણ વડીલો પૂછી રહ્યા છે.
હાલ વહીવટદારનું શાસન થોડો સમય છે, ત્યારે શહેરના મહત્ત્વના પ્રશ્નો અંગે વર્ગ-ર ના જી.એ.એસ કેડરના અધિકારી કે જેમના જેવા અગાઉ પ્રાંત અધિકારી બી.જી. પ્રજાપતિએ ગામને સુંદર બનાવવા સાથે તિજોરી ભરપૂર કરી હતી તેવું કંઈક કામ થાય તેવી આશા પણ લોકો રાખી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial