Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાના આરાધનાધામ પાસે પદયાત્રીઓ માટે વિવિધ સેવાઓ સાથેના કેમ્પનું આયોજન

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ર૬: યાત્રાધામ દ્વારકામાં આગામી દિવસોમાં ફૂલડોલ ઉત્સવ મનાવવા મોટી સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જતા હોય છે ત્યારે જામખંભાલીયાના આરાધના ધામ પાસે જિલ્લા પોલીસ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના હસ્તે વિવિધ સેવાઓ સાથેનો કેમ્પ ખૂલ્લો મૂકવામાં અવ્યો હતો.

જામખંભાળીયા પંથકમાંથી દરરોજ ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા ચાલીને દ્વારકા તરફ જવા માટે નીકળે છે, ત્યારે આ વિસ્તારમાં કાર્યરત અન્ય કેમ્પ સાથે જામખંભાળીયા નજીકના આરાધના ધામ પાસે જિલ્લા પોલીસ દ્વારા સુવિધાસભર કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે મોટી સંખ્યામાં પદયાત્રીઓ જમવા સહિતનો લાભ લઈ રહ્યાં છે, એસ.પી., ડીવાયએસપીએ શ્રદ્ધાળુઓ સાથે ભોજન લીધું હતું. કેમ્પમાં વિવિધ સુવિધાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. આ અંગેની વિગતો આપતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે, દ્વારકામાં હોળી-ધૂળેટી ઉત્સવ મનાવવા ચાલીને જતા પદયાત્રીકોની સેવા માટે જિલ્લા પોલીસે સેવાનો અભિગમ અપનાવીને આરાધના ધામ પાસે વિશાળ આશ્રય સ્થાન બનાવ્યું છે. અહીંથી પસાર થતા પદયાત્રીઓને બપોરે અને રાત્રે જમવાનું, આરામ, મેડિકલ ટ્રીટમેન્ટ, રાત્રિ રોકાણ સહિતની જરૂરી સુવિધાઓ મળી રહેશે, તે માટે પોલીસની જુદી-જુદી ટીમો કાર્યરત બની છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, હાલના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં પદયાત્રીઓ રાત્રિ અને દિવસના ચાલીને જતા હોય છે જેથી આવતા જતા વાહન ચાલકોએ પોતાનું વાહન ખૂબ જ ધીમે અને સાવચેતીપૂર્વક તથા મહત્તમ ૪૦ કી.મી.ની ઝડપે ચલાવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh