Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અઢી ડીગ્રીના વધારા સાથે
જામનગર તા. ૧૩: જામનગરમાં ગત્ ચાર દિવસમાં તાપમાનમાં ૬.પ ડીગ્રીનો વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો અઢી ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાનનો પારો સિઝનમાં પ્રથમ વખત ૩૮.૫ ડીગ્રીએ પહોંચી જતા ગઈકાલે બપોરે આકરો તાપ અનુભવાયો હતો. અસહ્ય ગરમીથી પ્રજાજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતાં.
ગુજરાતમાં લાંબા સમય સુધી ચાલેલી મીશ્રઋતુ પછી હવે એપ્રિલ માસમાં ઉનાળાએ ગતિ પકડી લીધી છે. હાલાર સહિત સમગ્ર રાજયમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તાપમાનમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ૪૧.૭ ડીગ્રીના તાપમાન સાથે રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ભૂજ, ગાંધીનગર સહિત ૬ શહેરોમાં તાપમાન ૪૦ ડીગ્રીથી વધુ રહેતા લોકો અસહ્ય ગરમીથી આકુળ-વ્યાકુળ થઈ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતાં.
જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જામનગરમાં છેલ્લા ચાર દિવસમાં તાપમાનમાં ૬.પ ડીગ્રીનો વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો અઢી ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાનનો પારો સિઝનમાં પ્રથમ વખત ૩૮.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. ગઈકાલે સૂર્યદેવતા ઉદીત થયા પછી વાતાવરણમાં ગરમી પ્રસરવા લાગી હતી. અને બપોર સુધીમાં આકરો તાપ પડતા પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અસહ્ય ગરમીથી લોકો આકુળ-વ્યાકુળ થઈ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતાં.
ગરમી સામે રક્ષણ મળે તે માટે લોકોએ બપોરે કામ વગર ઘરની બહાર જવાનું ટાળ્યું હતુંં. આ ઉપરાંત એસી, પંખા, એરકુલર તથા ઠંડા પીણાનો સહારો લીધો હતો.
નગરમાં સોમવારે સવારે ૮ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન ૨૫.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીંવત ઘટીને ૭૧ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial