Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાઈકોર્ટમાં કરાઈ હતી જામીન અરજીઃ
જામનગર તા. ૨: જામનગરના કનસુમરા ગ્રામ સમસ્ત સાર્વજનિક ટ્રસ્ટમાં ઉચાપત થયાના કેસમાં કેટલાક આરોપીઓની ધરપકડ પછી ટ્રસ્ટના મુખ્ય વહીવટકર્તાએ જામીનમુક્ત થવા હાઈકોર્ટમાં કરેલી અરજી મંજૂર કરાઈ છે.
જામનગર નજીકના કનસુમરાના ગ્રામ સમસ્ત સાર્વજનિક ટ્રસ્ટમાં રહેલી રૂ।.૧૬ કરોડની રકમમાંથી કેટલાક ટ્રસ્ટીઓએ કેટલીક રકમ જુદા જુદા ટ્રસ્ટમાં તથા એન્જીઓમાં ટ્રાન્સફર કરી લીધાની ફરિયાદ કરાઈ હતી. આ ગુન્હામાં પોલીસે ટ્રસ્ટી આમદભાઈ ખીરાની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા.
ઉપરોક્ત આરોપીએ જામીનમુક્ત થવા માટે રાજ્યની વડી અદાલતમાં અરજી કરી હતી. તે અરજી અન્વયે બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આમદભાઈ ખીરાની જામીનમુક્તિ ફરમાવી છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, પ્રેમલ રાચ્છ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial