Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં તબીબી સારવાર ક્ષેત્રે વિવિધ બિમારીઓના અકસીર ઈલાજનું હબઃ 'ધી બેસ્ટ હીલ હોસ્પિટલ'

અતિ આધુનિક સાધન-સુવિધા-સ્વચ્છતા સાથે શ્રેષ્ઠતમ સારવારનો સુભગ સમન્વય

                                                                                                                                                                                                      

જામનગર તા. : અમદાવાદ ગુજરાતભરનું આરોગ્ય સેવા માટેનું હબ ગણાય છે ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકો માટે અનેક બિમારીઓના ઇલાજ માટેનું હબ જામનગરની 'ધ બેસ્ટ હીલ હોસ્પિટલ' બની રહેશે તેવો દૃઢ વિશ્વાસ રાજ્યના કેબીનેટ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ તથા હાલારના લોકપ્રિય સાંસદ શ્રી પૂનમબેન માડમના વરદ્હસ્તે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે તેઓએ વ્યક્ત કર્યો હતો. તેઓએ આધુનિક પદ્ધતિથી સારવાર મારફત દર્દીઓને રોગમુક્ત બનાવવામાં આ હોસ્પિટલના સંચાલકો અને તબીબી ટીમને સફળતા મળે તે માટે શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતાં.

અમદાવાદમાં અસંખ્ય નાની-મોટી હોસ્પિટલો કાર્યરત હોવાથી ગુજરાત અને દેશભરમાં અમદાવાદ મેડીકલ ટ્રીટમેન્ટ માટે હબ બન્યું છે એટલું જ નહીં પરંતુ વિદેશથી પણ અનેક દર્દીઓ પ્રમાણમાં સસ્તી અને સારી સારવાર માટે અમદાવાદ આવે છે. આવી જ ભૂમિકા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દર્દીઓ માટે જામનગરમાં આકાર પામેલી 'ધ બેસ્ટ હીલ હોસ્પિટલ' નિભાવશે. આ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ૨૪ કલાક ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ છે.

હાલાર વિસ્તારની ૧૦૦ બેડની સૌથી મોટી આ હોસ્પિટલના સંચાલનની બાગડોર એડવોકેટ શ્રી રમેશભાઈ કરંગિયા અને ડો. શ્રી સમીર મકવાણા (એમ.ડી.) સંભાળી રહૃાા છે. આ લકઝુરિયસ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં કન્સલટન્ટ ડોક્ટર તરીકે સાઇક્યાટ્રીસ્ટ ડો. શ્રી સમીર મકવાણા, ઓર્થોપેડીક સર્જન ડો. શ્રી આલાપ ત્રિવેદી, ગાયનેકોલોજીસ્ટ ડો. શ્રી પ્રેક્ષા જોષી ત્રિવેદી, જનરલ સર્જન ડો. શ્રી એન.એન. સોનગરા, ગાયનેકોલોજીસ્ટર ડો. રઉફ કુરેશી, પીડિયાસ્ટ્રીશ્યન ડો. શ્રી કશ્યપ કાનાણી, એનેસ્થેસિયોલોજીસ્ટ ડો. શ્રી જે.પી. મહેતા, રેડિયોલોજીસ્ટ ડો. શ્રી આકાશ મકવાણા, જનરલ ફીઝીશ્યન ડો. શ્રી ભાવનાબેન પટેલ, એમ.બી.બી.એસ. ડો. શ્રી ધર્મેશ લગારિયા અને ડો. શ્રી અરૂણ પાઠક, મેડિકલ ઓફિસર ડો. શ્રી કાજલ કરંગિયા, ડો. શ્રી નેહાબેન જાદવ અને લેબ ટેકનિશ્યન તરીકે શ્રી તરૂણભાઇ વિરાણી સેવા આપી રહૃાા છે.

જામનગરના આરોગ્ય ક્ષેત્રે શિરમોર સમાન બની રહેનાર ધ બેસ્ટ હીલ હોસ્પિટલ ઠેબા ચોકડી પાસે, જેસીઆર મોલની બાજુમાં કાર્યરત થઇ છે. આ હોસ્પિટલ અંગે ઇન્ક્વાયરી માટે ૦૨૮૮-૨૯૯૯૯૧૧, ૨૯૯૯૯૨૨, ૨૯૯૯૯૩૩ તેમજ ૯૪૦૮૧ ૭૦૩૩૩ ઉપર સંપર્ક કરી શકશે.

આ હોસ્પિટલનું ઉદ્ઘાટન રાજ્યના કેબીનેટ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને હાલારના લોકપ્રિય સાંસદ શ્રી પૂનમબેન માડમના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, પૂર્વમંત્રી ડો. શ્રી દિનેશભાઇ પરમાર, પૂર્વ સાંસદ શ્રી વિક્રમભાઇ માડમ, પૂર્વ ડે.મેયર શ્રી પ્રવિણભાઇ માડમ, પૂર્વ ધારાસભ્ય શ્રી લાલજીભાઇ સોલંકી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, શ્રી નિલેશભાઈ કગથરા, જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી જીતુભાઇ લાલ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી બિનાબેન કોઠારી, શહેરના જાણીતા એડવોકેટ શ્રી વી.એચ.કનારા, આહીર સમાજના પીઢ આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના નેતા શ્રી ભીખુભાઇ વારોતરિયા, જાણીતા બિલ્ડર શ્રી મહેશભાઈ નંદાણિયા, કોર્પોરેટર અસ્લમભાઇ ખિલજી સહિતના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહૃાાં હતાં. આ ઉપરાંત જિલ્લા કલેકટર શ્રી કેતનભાઇ ઠક્કર, અધિક કલેકટર શ્રી બી.એન.ખેર, ડો. શ્રી વિકલ્પ વી.શાહ અને અન્ય તબીબો પણ હાજર રહૃાાં હતાં.

ઉદઘાટન પ્રસંગે કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ બેનશ્રી પૂનમબેન માડમે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોની સુવિધા માટે આ સુંદર અને સંપૂર્ણ સગવડતાસભર હોસ્પિટલ કાર્યરત કરવા બદલ એડવોકેટ શ્રી રમેશભાઈ કરંગિયા અને ડો.શ્રી સમીર મકવાણા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં તેમજ લોકોની જરૂૂરિયાત મુજબની સેવા કરવામાં સંપૂર્ણ સફળ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

હોસ્પિટલની વિશેષતા

૧૦૦ બેડની ક્ષમતા, ૭ ઈમરજન્સી બેડ, ૧૧ આઈસીયુ બેડ, ૪ પ્રાઈવેટ આઈસીયુ,  ૮ એનઆઈસીયુ બેડ, ૧ મોડ્યુલર ઓપરેશન થિયેટર, ૩ ઓપરેશન થિયેટર, ૧૨થી વધો ડૉકટરની ટીમ, ૫૦થી વધુનો સ્ટાફ

હોસ્પિટલમાં કાર્યરત વિભાગ

આ હોસ્પિટલમાં મેડિસીન વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ગાયનેક વિભાગ, પીડિયાટ્રીક વિભાગ, ઓસ્થોપેડીક વિભાગ, રીડિયોલોજી વિભાગ, માનસિક સારવાર વિભાગ, ફિઝીયોથેરાપી વિભાગ, એનેસ્થેસીયોલોજી વિભાગ અને લેબોરેટરીની સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh