Advertisement
Author: નોબત સમાચાર

રાત દિવસ સુરક્ષા સંભાળતા હોમગાર્ડઝ જવાનોના ભથ્થા વધારવા મુખ્યમંત્રીને રજૂઆત

પોલીસની મદદ જ નહીં, વિકલ્પ તરીકે પણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: ગુજરાત રાજ્યમાં લગભગ ૪૦ હજાર જેટલા હોમગાર્ડઝ કાર્યરત છે. પોલીસ સાથે ખભે ખભા મિલાવી હોમગાર્ડઝ જવાનો ફરજ બજાવે છે. રાજયમાં હાલમાં પોલીસની મોટી ઘટ છે ત્યારે હોમગાર્ડઝ જવાનો રાત-દિવસ ફરજ પર હાજર હોય છે.

આ ફરજ માટે હોમગાર્ડઝ જવાનોને રૂ।. ૪૫૪નું દૈનિક  માનદ્ ભથ્થું ચૂકવવામાં આવે છે. હોમગાર્ડઝ દળમાં ફરજ બજાવતા મોટા ભાગના જવાનો મધ્યમ વર્ગથી નીચેના વર્ગના યુવાનો જોવા મળે છે.

આ યુવાનો દિવસે મજૂરી કામ, નાના નાના રોજગાર કે નોકરી કરતા હોય છે. હોમગાર્ડઝની સેવા દેશભરમાં કાર્યરત છે. દેશના અન્ય રાજ્યોમાં હોમગાર્ડઝ જવાનોનું માનદ્ ભથ્થું રૂ।. ૯૦૦ આસપાસ છે.

ગુજરાત રાજ્યમાં આ ભથ્થું રૂ।. ૪૫૪ છે. આ ભથ્થું અન્ય રાજ્યોની સરખામણી એ ઘણું ઓછું કહેવાય. જામનગર હોમગાર્ડઝના પૂર્વ સ્ટાફ ઓફિસર હેમત ગોહિલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રાજ્યના હોમગાર્ડઝ જવાનોના ભથ્થામાં વધારો કરવા માંગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh