Advertisement
Author: નોબત સમાચાર

બહુચર્ચિત ઉના દલિત અત્યાચારકાંડમાં પાંચ આરોપીઓને પાંચ-પાંચ વર્ષની સજા

વેરાવળ સેસન્સ કોર્ટમાં પુરાવાના અભાવે ૩૭ આરોપી નિર્દોષ છૂટ્યા

                                                                                                                                                                                                      

વેરાવળ તા. ૧૭:  વેરાવળ સેસન્સ કોર્ટે બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં પાંચેય દોષિતોને પાંચ-પાંચ વર્ષ કેદની સજા ફટકારી છે, જ્યારે ૩૭ આરોપીઓનો પુરાવાના અભાવે છૂટકારો થયો છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ઉના દલિત અત્યાચાર કાંડમાં વેરાવળ સેસન્સ કોર્ટે આજે (૧૭ મી માર્ચે) ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. આ કેસમાં કુલ ૪ર આરોપીઓ પૈકી પાંચને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જ્યારે ૩૭ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

નોંધનિય છે કે, લાંબી કાયદાકીય પ્રક્રિયા દરમિયાન ર આરોપીઓના મોત નિપજ્યા હતાં. વેરાવળ સેસન્સ કોર્ટના જજ પંડ્યાએ આજે (૧૭ મી માર્ચ) પાંચેય દોષિતોને સજા સંભળાવી હતી, જેમાં પાંચેય દોષિતને સજા ફટકારવામાં આવી છે, જેમાં એટ્રોસિટી એક્ટ હેઠળ પાંચ વર્ષ તથા અઈપીસીની વિવિધ કલમો હેઠળ ર થી ૩ વર્ષની સજા અને પ૦૦૦ રૂપિયાના દંડનો આદેશ કરાયો છે.

મુખ્ય પાંચ આરોપીઓને રમેશ જાદવ, રાકેશ જોષી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા, બળવંત ગૌસ્વામીને આ સજા થઈ છે, જે ૩૭ આરોપીઓને નિર્દોષ જાહેર કરી છૂટકારો અપાયો છે, જેમાં કંચનબહેન, તત્કાલિન પીએસઆઈ પાંડે, તત્કાલિન ઉના પીએસઓ કરશનભાઈ અને સ્વ. નિર્મલ ઝાલા સામેલ છે.

ઉલ્લેખનિય છે કે, તા. ૩૧ મી જુલાઈ ર૦૧૬ ના ઉનાના મોટા સમઢિયાળા ગામમાં દલિત સમાજના સાત સભ્યોને મરેલી ગાયનું ચામડું કાપવાના પ્રકરણમાં ગાયોને કેમ કાપો છો તેમ કહી ગાડી સાથે બાંધી લાકડીઓ, પાઈપો સહિતના હથિયારો વડે માર મારી અત્યાચાર ગુજારવાના ચકચારભર્યા કેસમાં ૪ પોલીસ અધિકારી સહીત કુલ ૪ર આરોપીઓની ધરપકડ થઈ હતી. ઉનાકાંડ પછી સમગ્ર દેશમાં દલિત સમાજમાં બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં અને સ્ફોટક સ્થિતિ બની હતી. માત્ર ગુજરાતમાં જ હુલ્લડના ૭૪ બનાવો બન્યા હતાં, જેમાં એક પોલીસ કર્મીનું મોત નોંધાયું હતું, જ્યારે કરોડો રૂપિયાની જાહેર મિલકતોને નુક્સાન થયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh