Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજુ મહાદેવ તથા અન્ય શિવભક્તો રોડ પર બેસી પડ્યાઃ
જામનગર તા. ૧૬: જામનગરમાં ગઈકાલે યોજાયેલી શિવશોભાયાત્રા દરમિયાન શોભાયાત્રાના મુખ્ય આયોજક મહાદેવ હર મિત્ર મંડળવાળા રાજુ મહાદેવ સાથે પોલીસને સંઘર્ષમાં આવવું પડ્યું હતું. શોભાયાત્રાના શરૂઆતના રૂટ પર સંઘર્ષ થયા પછી ફરીથી સંઘર્ષ થતાં રાજુ મહાદેવ અન્ય શિવભક્તો સાથે રોડ પર બેસી પડ્યા હતા. સમજાવટના અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. આ બાબતના વીડિયો વાયરલ થયા છે.
જામનગરમાં ગઈકાલે શિવરાત્રિ નિમિત્તે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નાગેશ્વર વિસ્તારમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરથી શરૂ કરાયેલી શોભાયાત્રા મોડીરાત્રે ભીડભંજન મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી. તે દરમિયાન સેંકડો ભાવિકોએ શોભાયાત્રામાં જોડાઈને અને સેંકડો નગરજનોએ શોભાયાત્રાના દર્શનનો લાભ મેળવ્યો હતો.
શોભાયાત્રા શરૂ થયા પછી મહાદેવ હર મિત્ર મંડળના રાજુભાઈ વ્યાસ (મહાદેવ) સાથે બંદોબસ્તમાં રહેલી પોલીસ ટીમને સંઘર્ષ થયો હતો. એક તબક્કે રાજુ મહાદેવે શોભાયાત્રા રદ્દ કરવી છે? તેમ પૂછવું પડ્યું હતું. જો કે, ત્યારે મામલો સંભાળી લેવામાં આવ્યો હતો.
ત્યારપછી વધુ એક વખત રાજુ મહાદેવ કોઈ બાબતે નારાજ થતાં તેઓએ શોભાયાત્રાના રૂટ પર, ચાલુ શોભાયાત્રાએ રોડ પર બેસી જઈ આક્રોશ વ્યક્ત કર્યાે હતો અને આ વેળાએ તેઓએ ક્યા પોલીસ અધિકારી સાથે વાત કરવાની છે? તે તમે લોકો નક્કી કરો તેમ કહી અન્ય શિવભક્તો સાથે રોડ પર બેસી જવાનું પસંદ કર્યું હતું.
આ વેળાએ તેઓને કરવામાં આવેલી સમજાવટ પછી ફરીથી શોભાયાત્રા પોતાના રૂટ પર આગળ વધી હતી. ઉપરોક્ત બંને બનાવ વખતે કોઈએ બનાવી લીધેલા વીડિયો વાયરલ થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial