Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈ-મેઈલથી ધમકી મળ્યા પછી સંબંધિત સંકુલો ખાલી કરાવી તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ
જામનગર/અમદાવાદ તા. ૨૭: જામનગર સહિત રાજ્યના ઘણાં જિલ્લાઓમાં પાસપોર્ટ- પોસ્ટ ઓફિસો ઉડાવી દેવાની ધમકી મળતા સંબંધિત સંકુલો ખાલી કરાવીને તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ હતી. જામનગરના પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટે આ અંગે મીડિયાને કેટલીક માહિતી આપી હતી.
જામનગરની ચાંદી બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ કે જેને બોમ્બ થી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા તંત્ર હરકતમાં આવી ગયું છે, અને ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો છે. પોલીસ વિભાગની ટીમ ફાયર સહિતનું તંત્ર દોડતું થયું છે.
જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેલ મળ્યા બાદ પોલીસ તંત્રમાં હરકતમાં આવી ગયું હતું, અને એલ.સી.બી., એસ.ઓ.જી., ડોગસ્કોડ, બોમ્બ સ્ક્વોર્ડ સહિતનું સુરક્ષાતંત્ર દોડતું થયું હતું, અને ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર પોસ્ટ ઓફિસની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે.
ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હોવાથી ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે. પોસ્ટ ઓફિસમાં હાજર રહેલા તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા, ઉપરાંત પોસ્ટ ઓફિસમાં આવેલા મુલાકાતીઓને પણ બહાર બોલાવી લઈ સમગ્ર પોસ્ટ ઓફિસ ખાલી કરાવી તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે હજુ સુધી કશું વાંધાજનક મળ્યું નથી.
આ અંગે મીડિયા સાથેની વાતચિત દરમિયાન જામનગર ડિવિઝનના પોસ્ટ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અભિજિત સિંગે વધુમાં જણાવ્યુ હતુ કે, કોઈ કોર્ટ કેસના સંદર્ભે રોષ વ્યકત કરવા આ પ્રકારના ઈ-મેઈલ કરાયેલ હોવાનું પ્રાથમિક તબકકે જાણવા મળે છે.
જામનગરની જેમ જ, ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (૨૭મી ફેબ્રુઆરી) સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. મહેસાણા, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાલનપુરની પોસ્ટ ઓફિસોને સત્તાવાર ઈ-મેઈલ દ્વારા ટાર્ગેટ કરાતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો એક્શન મોડમાં આવી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળતા જ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો. ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર પરિસરમાં ખૂણેખૂણાની તપાસ કરી હતી. પાસપોર્ટ કચેરીમાં કામકાજ માટે આવેલા અરજદારોમાં ફફડાટ વ્યાપી ગઈ હતી. જો કે, પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી તપાસ ચાલુ રાખી છે.
સુરત, વલસાડ બાદ ભાવનગર અને અમરેલીમાં પણ સમાન પ્રકારની ધમકી મળતા ગભરાટ ફેલાયો છે. ભાવનગર હેડ પોસ્ટ ઓફિસના ડિવિઝનલ વડાને ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જ સ્થાનિક પોલીસે ઓફિસની સુરક્ષા વધારી સર્ચ હાથ ધર્યું છે. અમરેલીની મુખ્ય પોસ્ટ ઓફિસને પણ મેઈલ દ્વારા ધમકી મળી હતી. સાવચેતીના ભાગરૂપે પોસ્ટ ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી હતી. અહીં ફાયર ટીમ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
બીજી તરફ વલસાડ હેડ પોસ્ટ ઓફિસ અને નવસારી શહેરના નાગ તલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને પણ ધમકી મળી છે. બોમ્બની ધમકીના પગલે પોસ્ટ ઓફિસને ખાલી કરવામાં આવી છે. ધમકીનો કોલ મળતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પોસ્ટ ઓફિસ પર પહોંચ્યા છે.
એકસાથે વિવિધ શહેરોમાં મળેલી આ ધમકીઓ પાછળ કોઈ ચોક્કસ ષડયંત્ર છે કે પછી કોઈની ટીખળ, તે જાણવા માટે સાયબર ક્રાઈમની ટીમ સક્રિય થઈ છે. રાજ્યભરમાં મહત્ત્વની સરકારી કચેરીઓ અને ભીડભાડવાળા વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial