Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બિનવારસુ વોર્ડમાં દાખલ પ્રૌઢનું સારવારમાં મૃત્યુઃ
જામનગર તા. ૧૧: કાલાવડના એક વૃદ્ધ પોતાના બાઈક પર મચ્છલીવડ ગામથી પોતાના ગામ તરફ બાઈકમાં આવતા હતા ત્યારે ચાલુ વાહને હૃદયરોગનો હુમલો આવી જતાં પડી ગયા હતા. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જ્યારે જી.જી. હોસ્પિટલમાં બિનવારસુ વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયેલા એક પ્રૌઢનું મૃત્યુ નિપજ્યાનું સમાજ સેવકે પોલીસમાં જાહેર કર્યું છે.
કાલાવડના ખોડિયારપરા વિસ્તારમાં રહેતા ટપુભા ઘેલુભા વાળા (ઉ.વ.૬પ) નામના વૃદ્ધ સોમવારે રાત્રે આઠેક વાગ્યે પોતાના જીજે-૧૦-સીડી ૭૭૪ નંબરના બાઈકમાં કાલાવડથી મચ્છલીવડ તરફ જતા હતા.
તેઓને ચાલુ વાહને છાતીમાં દુખાવો ઉપડ્યા પછી હૃદયરોગનો તિવ્ર હુમલો આવી ગયો હતો. બાઈક પરથી રોડ પર પછડાયેલા આ વૃદ્ધને ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે કાલાવડની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા ટપુભાનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર શક્તિસિંહે પોલીસને જાણ કરી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગુલાબનગર વિસ્તારમાં વસવાટ કરતા પંકજભાઈ ધનતરાઈ હરગણ નામના પંચાવન વર્ષના પ્રૌઢને બિનવારસુ વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. સમાજ સેવક હિતેશગીરી ગોસાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial