Advertisement
Author: નોબત સમાચાર

નેપાળમાં યંગીસ્તાનઃ યુવામંત્રીઓનો દબદબો

સૌથી વધુ ઉંમરના મંત્રીની ઉંમર ૫૧ વર્ષ

                                                                                                                                                                                                      

કાઠમાંડુ તા. ૨૮: મંત્રી મંડળમાં માત્ર યુવા મંત્રીઓની મસંદગી થતા નેપાળે 'યંગિસ્તાન' બનીને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત અનોખો દાખલો બેસાડયો છે. ૩૬ વર્ષના યુવા વડાપ્રધાન બાલેન શાહના નેતૃત્વમાં મંત્રીમંડળમાં ૩૦ અને ૪૦ની વયના યુવાનોનો દબદબો છે. માત્ર નાણામંત્રી જ ૫૦ વર્ષ ઉપરના, જ્યારે કાયદા, શિક્ષણ અને રમત ગમત જેવા મહત્ત્વના મંત્રાલયોની લગામ ૨૯ અને ૩૦ વર્ષના યુવા મંત્રીઓના હાથમાં સોંપાઈ છે. વડાપ્રધાન ૩૬ વર્ષ, ગૃહમંત્રી ૩૮ વર્ષ, આરોગ્ય મંત્રી ૩૮ વર્ષ, કાયદા મંત્રી ૩૦ વર્ષ, શિક્ષણ મંત્રી ૨૯ વર્ષ, રમતગમત મંત્રી ૨૯ વર્ષ, ઊર્જા મંત્રી ૪૪ વર્ષ, વિદેશ મંત્રી ૪૭ વર્ષ અને નાણામંત્રી ૫૧ વર્ષ ના છે. નાણામંત્રી સૌથી વધુ ૫૧ વર્ષના છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh