Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે હનુમાન જયંતી નિમિત્તે
ખંભાળિયા તા. ૧: ખંભાળિયા શહેરના વિવિધ મંદિરોમાં હનુમાન જયંતીના દિને વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે.
ખંભાળિયા શહેર જેમ મહાદેવ શિવ મંદિરોમાં પણ વિવિધતાવાળુ છે તેમજ હનુમાનજીના મંદિરોમાં પણ વિવિધતા છે. અહીં અસંખ્ય પ્રાચીન હનુમાન મંદિરો આવેલા છે.
જોધપુર ગેઈટ પાસે રોકડિયા હનુમાન, રેલવે-સલાયા ફાટક પાસે રંગીલા હનુમાન, હાઈ-વે ચાર રસ્તા પાસે ફૂલેલિયા હનુમાનજી, રામનગરમાં બાલા હનુમાન, ખામનાથ મંદિરના હનુમાન, શરણેશ્વર તથા પાળેશ્વર તથા રામ મંદિર નગર ગેઈટ તથા રામ મંદિર સંકીર્તનના હનુમાનજી મંદિરો, વાછડાવાવ મંદિરે હનુમાનજી પણ જાણીતા છે.
ખંભાળિયાના મહાદેવ વાડામાં આવેલ શ્રી રામ સંકીર્તન હનુમાનજી મંદિરે ૧૦૮ હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞનું આયોજન થયું છે તથા સવારે ૮ વાગ્યે શરૂઆત થશે અને સાંજે બીડું હોમાશે જેમાં કોઈપણ ભાવિકો જોડાઈ શકે છે.
મારૂતિ ધૂન મંડળ દ્વારા ગુગળી બ્રહ્મપુરીમાં બટુક ભોજન અને પ્રસાદનું આયોજન થયું છે. નગરગેઈટ રામમંદિરે હનુમાનજીના વિશેષ શ્રૃંગાર યોજાયા છે.
હાઈવે પર ફૂલાનંદ મહાદેવ મંદિરે પણ આયોજન થયું છે, જેમાં હજારો ભાવિકો જોડાશે. શહેરના તમામ હનુમાનજી મંદિરોમાં વિશેષ પૂજા-હવન-પાઠ-ચાલીસા તથા વિશેષ શ્રૃંગાર યોજાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial