Advertisement
Author: નોબત સમાચાર

અલકાયદા ગુજરાત આતંકવાદી ષડ્યંત્રની ઊંડી તપાસ દરમિયાન પાંચ રાજ્યોમાં એનઆઈએના દરોડા

ગેરકાયદેસર વસવાટ કરતા બાંગલાદેશી પર શંકાની સોય

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૩: ગુજરાત આતંકવાદી કાવતરાના સંદર્ભમાં પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા છે. અલ કાયદા ગુજરાત આતંકવાદી કાવતરામાં ગેરકાયદેસર બાંગલાદેશી ઈમિગ્રન્ટ્સ સામેલ હોવાની શંકા છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ અલ કાયદા ગુજરાત આતંકવાદી કાવતરાના સંદર્ભમાં ગુરુવારે પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા હતાં. અલ કાયદા ગુજરાત આતંકવાદી કાવતરામાં ગેરકાયદેસર બાંગલાદેશી ઈમિગ્રન્ટ્સ સામેલ હોવાની શંકા છે. એ પાંચ રાજ્યોમાં ૧૦ સ્થળોએ દરોડા પાડ્યા હતાં.

એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એનઆઈએ ટીમોએ બુધવારે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા અને ગુજરાતમાં વિવિધ શંકાસ્પદો અને તેમના સહયોગીઓના પરિસરની તપાસ કરી હતી. ઘણા ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

ર૦ર૩ માં નોંધાયેલા આ કેસમાં ચાર બાંગલાદેશી નાગરિકો-મોહમ્મદ સોજીબ મિયાં, મુન્ના ખાલિદ અંસારી, અઝરુલ ઈસ્લામ અને અબ્દુલ લતીફના નામ છે. આરોપીઓ બાંગલાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતાં અને બનાવટી ભારતીય ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.

એનઆઈએ એ જણાવ્યું હતું કે, આ વ્યક્તિઓ પ્રતિબંધિત અલ-કાયદા આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ બાંગલાદેશમાં અલ-કાયદાના કાર્યકરોને ભંડોળ એકત્ર કરવામાં અને ટ્રાન્સફર કરવામાં સામેલ હતાં, અને તેઓ સક્રિય રીતે મુસ્લિમ યુવાનોને ઉશ્કેરતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. એનઆઈએ એ ૧૦ નવેમ્બર, ર૦ર૩ ના અમદાવાદની એક ખાસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

આ પહેલા મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અલ-કાયદા અને અલ-કાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટિનેટ સાથે કથિત જોડાણો બદલ પૂણેથી એક સોફ્ટવેર એન્જિનિયરની ધરપકડ કરી હતી.

આ પછી એટીએસ એ થાણેના એક શિક્ષકની પણ પૂછપરછ કરી હતી. ર૭ ઓક્ટોબરે એ ૩૭ વર્ષિય ઝુબૈર હંગરગેકરની ધરપકડ કરી હતી. તેના પર પ્રતિબંધિત સંગઠનો સાથે સંબંધો અને કટ્ટરપંથી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. તપાસ દરમિયાન એટીએસને તેના જુના ફોનમાં સેવ કરેલો એક પાકિસ્તાની સંપર્ક નંબર મળ્યો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh