Advertisement
Author: નોબત સમાચાર

ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુન્હામાં ૧૪ આરોપી કોર્ટમાં રજૂઃ સાત દિ'ના રિમાન્ડ

સાત આરોપીને દબોચી લેવા પોલીસની દોડધામઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના બે પૂર્વ નગરસેવક અને તેની ગેંગના ર૭ શખ્સ સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયા પછી રવિવારે પકડી પાડવામાં આવેલા એક ગેંગના ૧૩ અને બીજી ગેંગના એક મળી ૧૪ આરોપીને ગઈકાલે ખાસ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરાતા સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હજુ સાત શખ્સની શોધ કરાઈ રહી છે અને આઠ શખ્સનો જેલમાંથી કબજો લેવા તજવીજ થઈ રહી છે.

જામનગર શહેરના ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આચરતા બે ગેંગના કુલ ર૯ શખ્સ સામે રવિવારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક કાયદા હેઠળ બે ગુન્હાની નોંધ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૧રના પૂર્વ નગરસેવક અસલમ ખીલજી તથા અલ્તાફ ખફીની ગેંગ સામે આ ગુન્હો નોંધાયો છે.

એક નગરસેવક-અસલમ ખીલજી અને તેની ગેંગના ૧૭ મળી કુલ ૧૮ ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. જ્યારે બીજા નગરસેવક-અલ્તાફ ખફી અને તેની ગેંગના ૧૦ મળી કુલ ૧૧ સામે આ ગુન્હાની નોંધ થઈ છે. જેમાંથી રવિવારે પોલીસે અસલમ ખીલજી સહિત ૧૩ની અને અલ્તાફ ખફીની ગેંગના એક શખ્સ મળી ૧૪ની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓને રિમાન્ડની માગણી સાથે ગઈકાલે રાજકોટ સ્થિત ગુજસીટોક કાયદાની ખાસ અદાલતમાં રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં થયેલી દલીલોના અંતે અદાલતે તમામ ૧૪ આરોપીને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યાે છે. આ બંને ગુન્હામાં હજુ સાત આરોપીને પકડવાના બાકી છે અને આઠ આરોપીનો કબજો જેલમાંથી મેળવવા તજવીજ કરાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh