Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આવતીકાલે આયોજન
જામનગર તા. ૮: વિશ્વ કલ્યાણ અર્થે જેઆઈટીઓ દ્વારા તા. ૯-૪-ર૦ર૬ ના ગુરૂવારે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. જેના અનુસંધાને હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિના સર્વે સંઘો દ્વારા સાથે મળીને નવકાર મહામંત્રના સમૂહ જાપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૯-૪-ર૦ર૬, ગુરૂવારના સવારે ૭.૩૧ થી ૮.૩૦ નવકાર મહામંત્રના સમૂહ જાપ, ૮.૩૧ થી ૯.૩૦ વાગ્યા સુધી સમૂહ નવકારશી પગારી નં. ૧, ઓશવાળ સેન્ટર, જામનગરમાં રાખવામાં આવી છે. પુરૂષોએ સફેદ વસ્ત્રો અને મહિલાઓએ લાલ વસ્ત્રો ધારણ કરીને આવવાનું રહેશે. સર્વે જ્ઞાતિજનોને આ કાર્યક્રમમાં જોડાવા દિગ્વિજય પ્લોટ જૈન સંઘ, ઓશવાળ કોલોની જૈન સંઘ, કામદાર કોલોની જૈન સંઘ, મેહુલનગર જૈન સંઘ, ચંપા વિહાર જૈન સંઘ, સાધના કોલોની જૈન સંઘ અને મોહનનગર જૈન સંઘ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial