Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સર્વોદય કંપનીને મેઈક ઈન ઈન્ડિયા હેઠળ વિશેષ એવોર્ડ અપાયો

રાષ્ટ્રીય કક્ષાનું ગૌરવઃ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: તાજતરમાં રાયપુર, છત્તીસગઢમાં આયોજિત ઈકોનેક ર૦ર૬-મીનીંગ એન્ડ કન્સ્ટ્રકશન એક્સપો ર.૦ પ્રદર્શન દરમિયાન જામનગરની જાણીતી અને પ્રતિષ્ઠિત કંપની સર્વોદય પ્લાન્ટ્સ એન્ડ ઈક્વિપમેન્ટ લિમિટેડએ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

સર્વોદય કંપની દ્વારા મેઈક ઈન ઈન્ડિયા અભિયાન અંતર્ગત ભારતનું પ્રથમ ઈલેક્ટ્રીક સ્કીડ માઉન્ટ સિસ્ટમ વિક્સાવવામાં આવ્યું છે, જે પરંપરાગત ડીઝલ ચલિત એક્સ્કેવેટર (અર્થ મુવીંગ મશીન) ને ડીઝલ ઉપરાંત ઈલેક્ટ્રીક કેબલ દ્વારા પણ કાર્યક્ષમ રીતે ચલાવી શકે છે. આ નવીન ટેકનોલોજી ઉદ્યોગ માટે એક ક્રાંતિકારી પગલું સાબિત થઈરહી છે, જે ઈંધણ ખર્ચ ઘટાડવા, પ્રદૂષણ ઓછું કરવા અને કામગીરી વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ છે.

આ અનોખા અને નવીન ઈલેક્ટ્રીક સ્કીડ માઉન્ટ સિસ્ટમને રાયપુરમાં યોજાયેલા પ્રદર્શન દરમિયાન પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, જ્યાં તેને વિશાળ પ્રતિસાદ મળ્યો હતો.

આ પ્રસંગે સર્વોદય પ્લાન્ટ્સ એન્ડ ઈક્વિપમેન્ટ લિમિટેડના પ્રતિનિધિ સંજયભાઈ ઈશ્વરભાઈ મસુરિયાને 'મેઈક ઈન ઈન્ડિયા કેટેગરી' હેઠળ વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ સિદ્ધિ માત્ર સર્વોદય કંપની માટે જ નહીં, પરંતુ જામનગર અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. કંપની સતત નવીનતા અને દેશના ઔદ્યોગિક વિકાસ માટે પ્રતિબદ્ધ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh