Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    ફૂડની ડિલિવરી કરતા શખ્સ પાસેથી મળ્યો શરાબઃ
જામનગર તા. ૩: જામનગરના હિરજી મીસ્ત્રી રોડ પરથી એક શખ્સ દારૂની બોટલ સાથે પકડાયો છે. હર્ષદ મીલની ચાલી નજીકથી બે શખ્સ બે બોટલ સાથે, વિશ્રામ વાડીમાંથી એક શખ્સ ચાર બોટલ સાથે અને ધ્રોલમાંથી એક શખ્સ એક બોટલ સાથે મળી આવ્યો હતો.
જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર આવેલા રૂપિયાના સિક્કા પાસેથી શનિવારે બપોરે પસાર થતાં ભાવિક વિનોદભાઈ ભદ્રા નામના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૫માં રહેતા શખ્સને પોલીસે શકના આધારે રોકાવી તલાશી લેતા તેની પાસેથી ઇંગ્લિશ દારૂની એક બોટલ મળી આવી હતી.
જામનગરના રણજીત સાગર રોડ પર હર્ષદમીલની ચાલી પાસેથી ગઈકાલે સાંજે સચિન કિશોરભાઈ મંગે તથા દીપક દેવજીભાઈ ભદ્રા નામના બે શખ્સ પસાર થતા હતા ત્યારે પોલીસે તેને રોકાવી ચેક કરતા આ શખ્સો પાસેથી દારૂની બે બોટલ સાંપડી હતી. બોટલ વિશ્રામવાડીવાળા અશ્વિન મંગે પાસેથી લીધી હોવાની બંને શખ્સે કબૂલાત કરી છે.
ત્યારપછી વિશ્રામ વાડીમાં પોલીસે હાર્દિક નરેશભાઈ મંગે નામના શખ્સને રોકી ચેક કરતા ફૂડ ડિલિવરીના કામ સાથે સંકળાયેલા આ શખ્સના કબજામાંથી દારૂની ચાર બોટલ મળી આવી હતી. આ શખ્સે ભવ્ય મહેશભાઈ ગોરી ઉર્ફે ભલા પાસેથી બોટલ લીધાનું જણાવ્યું છે.
ધ્રોલ શહેરમાં નુરી સ્કૂલ પાસેથી રવિવારે બપોરે પસાર થતા ધ્રોલ તાલુકાના ગાગીયા ગામના રોનક મુકેશભાઈ પરમારને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાશી લેતા આ શખ્સ પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial