Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી હોળી-ધુળેટીના તહેવારો દરમ્યાન
ખંભાળિયા તા. ૨૬: આગામી હોળીજધુળેટીના તહેવાર દરમ્યાન દ્વારકા શહેરમાં ટ્રાફિકજામની સ્થિતિ નિવારવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા દ્વારકા દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓની સલામતીને ધ્યાને રાખી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સત્તાની રૂએ દ્વારકા શહેરમાં તા.૦૫-૦૩-૨૦૨૬ સુધી પાર્કિગ-ઝોન અને નો-પાર્કિંગ ઝોન જાહેર કરતું એક જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.
આ જાહેરનામા અન્વયે દ્વારકા શહેરમાં તા.૨૫-૦૨-૨૦૨૬થી તા.૦૫-૦૩-૨૦૨૬ સુધી પૂર્વ દરવાજાથી જોધાભા માણેક અને પૂર્વ દરવાજાથી ભથાણ ચોક, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ ઇસ્કોન ગેઇટ સુધી, ત્રણબત્તી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા અને ત્રણબત્તી ચોકથી ભદ્રકાલી રોડ સુધી, હોમગાર્ડ ચોકથી ત્રણબત્તી ચોક અને હોમગાર્ડ ચોકથી શાક માર્કેટ ચોક સુધીના તેમજ શાક માર્કેટ ચોકની આજુ બાજુનો વિસ્તાર ૫૦ મીટરની ત્રિજ્યાના વિસ્તાર તથા એસ.ટી.ડેપોના વિસ્તાર તેમજ કીર્તિસ્તંભ, સુદામા ચોક, ભથાણ ચોક, મટુકી ચોક અને ભદ્રકાલી ચોકની આજુ-બાજુના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારને નો-પાર્કીંગ ઝોન જાહેર કરેલ છે.
જ્યારે હાથીગેટ પાર્કિંગ, સર્કીટ હાઉસ પાછળનું ખુલ્લું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લું મેદાન, રાજપુત સમાજ વાડી સામે ગોમતી ઘાટનું ખુલ્લું મેદાન અને સ્વામિનારાયણ મંદીરના ગ્રાઉન્ડનું પાછળનું ગ્રાઉન્ડ, રાવળા તળાવ ગ્રાઉન્ડ ઇસ્કોન ગેટની બાજુમાં, લાપીનોઝ પિત્ઝા બાજુમાં ફોર વ્હીલ, થ્રી વ્હીલ અને ભારે વાહનો માટે પાર્કીંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
આ જાહેરનામું કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનો તેમજ ઈમરજન્સી વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષા પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial