Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૯ માર્ચ, સોમવાર અને ફાગ૬ વદ છઠ્ઠનું રાશિફળ

કન્યા સહિત બે રાશિના જાતકોને અગત્યના કામમાં મુશ્કેલી જણાય. નાણાકીય વ્યવહારના કામમાં તકેદારી રાખવી

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

નાણાકિય રોકાણ-વ્યવહારના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. સામાજિક-વ્યાવહારિક  કામમાં ધ્યાન રાખવું પડે.

શુભ રંગઃ પિચ - શુભ અંકઃ ૫-૭

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગની તકલીફના લીધે ધાર્યું કામકાજ થઈ શકે નહીં.  યાત્રા-પ્રવાસ ટાળવો.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૨

 

Gemini (મિથુન: ક-છ-ધ)

નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા  આપને સતાવ્યા કરે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૮

 

Cancer (કર્ક: ડ-હ)

આપે વાણીની સંયમતા રાખીને શાંતિથી પોતાનું કામ કરી લેવું. પરદેશના કામકાજમાં  પ્રતિકૂળતા જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૯

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. સિઝનલ  ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

અગત્યના કામકાજમાં આપને મુશ્કેલી જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.  સંતાન બાબતે ચિંતા રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૧

 

Libra (તુલા: ર-ત)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો.  કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૭

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપે દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં ઉતાવળ કરવી નહીં. મિલન-મુલાકાત  મુલત્વી રાખવા.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપે જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. મિત્રવર્ગની ચિંતા અનુભવાય.  વ્યગ્રતા-બેચેની જણાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૮

 

Capricorn (મકર: ખ-જ)

સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ રહ્યા કરે. ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે.  મહત્ત્વના નિર્ણય લેવા નહીં.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૭

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

રાજકિય-સરકારી કામમાં, ખાતાકિય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આકસ્મિક  ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૯

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

માનસિક પરિતાપ-વ્યગ્રતા અનુભવાય. વિચારોની અસમંજસતા-દ્વિધાને લીધે કામકાજમાં  વિલંબ જણાય. ઉશ્કેરાહટમાં આવી જવું નહીં.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૮



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh