Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે શહેરના ચોરે એક નવા બંધાતા શોપીંગ કોમ્પલેક્ષના ભોંયતળિયે એક દુકાનમાં જાત જાતના દીવા મળતા હતા. દીવડા એક કોર્પોરેટ કંપનીમાં કામ કરતી ચાર કન્યાઓ વેચતી હતી... બધા કલાત્મક અમૂક રંગીન પણ ખરા, જોતા જ ગમી જાય અને કિંમત સૌ કરતા વ્યાજબી. દિવાળી આવતા અઠવાડિયે જ એટલે બધા લેવા લાગ્યા... આ જોઈ આજુબાજુ રેંકડી લઈ ઊભેલા લોકો કહે આ વખતે આપણી દિવાળી આ લોકોએ બગાડી.. એમના એક કહે કે આપણે જઈને એમને કહીએ.. કે અમારૃં શું કામ બગાડો છો? દિવાળી અમારેય છે. એ ચારેય દીકરીઓએ કહ્યું કે તમારા બધાના દીવડા અમને આપી દ્યો. અમે વેચી આપીએ તમારી આ દિવાળી દર વખત કરતા ઝળહળી જશે.. એ લોકોના દીવડા આમેય ઓછા થવા માંડ્યા હતા. એમાં આ લોકોના ઉમેરી ધૂમ વેચાણ કરાવી આપ્યું અને એ રેંકડીઓવાળાને દિવાળી મોજ મય બની ગઈ.. એ સખીઓ તારા, ગીતા, સેજલ અને મોનિકા.
તારા અને સખીઓ એક સમયે કોલેજમાં સાથે ભણતા હતા અને આજે એ પાંચેય પાંચ સ્કોલર હોવાને કારણે એક જ કોર્પોરેટ કંપનીમાં સાથે નોકરી કરે છે. એ બધી એમબીએ કરતી હતી અને એમબીએમાં ભણતા હોય એ બધાને એક ફાયદો એ રહે કે જો એ સ્કોલર હોય અને હંમેશાં અવ્વલ ગ્રેડમાં રહેતા હોય તો કોર્પોરેટ કંપનીમાં પ્લેસમેન્ટ થઈ જાય. આ ચારેય તારા, ગીતા, સેજલ અને મોનિકા આમ તો કોલેજમાં સાથે ગ્રેજ્યુએટ થયા પછી પ્રતિષ્ઠિત કોલેજમાં એમબીએ માટે એપ્લાય કર્યું અને ચારેયને એડમિશન મળી ગયું. ત્રણેયે તારાને પૂછ્યું કે તું ફી ક્યારે ભરીશ. તારે તો ગામડે જઈ તારા પિતા પાસેથી લાવવા પડશે. એ તો કુંભાર છે. માટીકામમાં માટલા તાવડી વગેરે બનાવે એમાં એટલા પૈસા એમની પાસે તરત નીકળશે? તારા કહે કે મારા પિતા ભણ્યા નથી પણ ગણ્યા છે. એ દર મહિને તારા ભણવાના ખર્ચ પેટે મારા ખાતામાં પૈસા નાખી દે છે... હું મારા પિતાની મહેનતની કદર કરૃં છું.. ઓછામાં ઓછા ખર્ચ સાથે હું રહું છું. એટલે બચત સરસ થાય. મારી પાસે એમબીએની ફી જેટલા જ છે, મારે માંગવા નહી જવું પડે... કાલે હું ફી ભરી દઈશ. બીજા દિવસે તારાએ એની સખીઓની પહેલાં ફી ભરી પણ દીધી.
તારા ગામડેથી નવી નવી કોલેજમાં આવી ત્યારે બધા એની મશ્કરી કરતા, એ કોઈની સાથે વાત ન કરતી. કોઈ મશ્કરી કરે તો હસી કાઢતી પણ જેમ જેમ એ ભણવા માંડી, ટોપરમાં ગણવા માંડી ત્યારથી સખીઓ સામેથી બોલવા માંડી અને તારાએ વેર વૃત્તિ રાખ્યા વગર દોસ્તીનો હાથ સ્વીકાર્યાે. એમાં આ ત્રણ ગીતા, સેજલ, મોનિકા એની ખાસ થઈ ગઈ... દોસ્તી જામી ગઈ. કહે છે ને કે જેવી સંગત એવી રંગત, એ ત્રણેય તારાને સંગ સરખે સરખી અવ્વલ રહેવા લાગી. એ દરમિયાન એક દિવાળી વેકેશનમાં ગીતા, સેજલ, મોનિકાએ તારાને કહ્યું કે આ દિવાળી અમે તારા ગામડે આવીએ? ગામડાની દિવાળી જોવી છે... તારા કહે ચોક્કસ આવો અમારૂ ઘર મોટું છે.. મેડીવાળું, ખૂબ મજા કરીશું પણ ફરિયાદ નહીં કરવાની, જે મળે તે સ્વીકારવાનું, આમ તો બધું મળશે પણ, મારે તો સવારે આ જોઈએ.. ફલાણા વગર તો મને ચાલે જ નહીં, મારા ઘરમાં તો અમે આમ કરીએ, એ કાંઈ જ નહીં... મારા માં-બાપુ સતત માટી કામ કર્યા કરે છે.. સૂગ નહીં ચડાવવાની કે મોઢા નહીં બનાવવાના... તો ચાલો.. મોજ કરીએ.. એેણે ફોન કરી માં-બાપુને કહી દીધું કે મારી ત્રણ બહેનપણીઓને દિવાળી ત્યાં કરવી છે.. મારી સાથે આવે છે, ઉપરની મેડી સાફ કરાવી રાખજો... ગાદલા-ગોદળા બધું તૈયાર કરાવજો. બાપુએ કીધું આવો આવો આવો દીકરી મોજ કરાવીશું...
તારા એની સહેલીઓ ગીતા, સેજલ, મોનિકા સાથે ગામડે પહોંચી ગઈ.. એ ત્રણેયને બસ દિવાળી મોજથી મનાવવાનો હરખ હતો. કંઈક અલગ કરવાની તમન્ના હતી.. બધા ઘરે પહોંચ્યા અને તારાના માતા-પિતા જીવી અને જીવરામ હરખથી આવકાર્યા, તારાએ જઈને તરત મા-બાપના ચરણસ્પર્શ કર્યા અને એ સાથે જ આ ત્રણેય દીકરીઓએ એ સખીના માતા-પિતાના ચરણ સ્પર્શ કર્યા... તારા અને એના માતા-પિતા જોઈ જ રહ્યા... જીવરામની આંખમાં તો ઝળઝળીયા હતા. એમને એમ હતું કે શહેરની દીકરીઓ અને આ નમ્રતા? આ બધા બેઠા બધું જોઈ રાજી થયા, આ લોકો માટે ગરમ ગરમ નાસ્તો, ચા તૈયાર જ હતા.. મોજથી નાસ્તો કર્યાે... નહીં ધોઈ તૈયાર થઈ.. તારા બધાને નદી કિનારે ફરવા લઈ ગઈ.. પછી પાછા આવી બેઠા અને જીવી જીવરામ જે કોડિયા, દીવડા વગેરે બનાવતા હતા એ જોયું.. એમાં ગીતા ચારેયમાં નાની અને બોલકી હતી.. પરાણે વ્હાલી લાગે.. એ શહેરી લોકોની જેમ અંકલ ન કહે.. એ બાપુ જ કહે.. એણે કહ્યું માં બાપુ, હું કરૃં આ દીવડા? મને શીખવાડશો? જીવરામ કહે હા દીકરી શીખવાડીશ પણ આપણે બધા જમી લઈએ પછી તમે લોકો આરામ કરી લ્યો તમે સુઈ અને ઉઠો એટલે શીખવીશ...
બધા મોજથી જમ્યા અને બોલ્યા કે આવું જમવાનું આપણને ક્યાં મળે? ખૂબ ખવાઈ ગયું, હવે સાંજે કંઈ નહીં ખવાય... જીવી કહે દીકરી, આ ગામડાનું પાણી છે.. સુઈને ઉઠશો, ખેતરે ફરવા જશો ને આવશો ત્યાં ભૂખ લાગી જશે...
એ લોકો જમીને ઉપર સૂતા મસ્ત સૂઈ ગયા.. બધા મસ્ત ઊંઘે ગામડામાં તો ખૂલી શુદ્ક હવા, ઉપર મેડીએ પંખાની જરૂર જ નહીં... ચાર વાગ્યે નાનકડી ગીતા ઉઠી ગઈ અને બારીમાંથી જોયું તો માં-બાપુ ઉઠીને બહાર ચૂલા પર ચા બનાવતા કામ શરૂ કરતા હતા... એ તરત નીચે આવી અને બોલી બાપુ હું આવી ગઈ, આમ ચૂલા પર ચા મૂકી છે? આજે હું ચુલાની ચા પીશ.. પછી મારે દીવડા બનાવવા છે.. શીખવોને... જીવરામ કહે દીકરી પહેલા બેસ ચા પી ત્યાં સુધીમાં હું તૈયારી કરૃં... ગીતાએ મોજથી ચા પીધી રાજી રાજી થઈ ગઈ..
એ પછી જીવરામે એને ધીરે ધીરે શીખવાડ્યું.. અને એ હોશિયાર કેટલી અડધો કલાકમાં તો દીવડા બનાવવા માંડી. પાછી પૂછે 'બાપુ મને આવડી ગયું ને? જીવરામ કહે હા દીકરી સરસ આવડી ગયું...'
એમ કરતા કરતા છ વાગી ગયા, જીવરામ કહે બસ દીકરી જો હવે ગોધૂલી સમય થયો.. અત્યારે પોરો આપીએ... સવારે કરશું...એ દરમિયાન બીજી સખીઓ જાગી ગયેલી... ગીતા કહે બાપુએ સરસ ચૂલા ચા બનાવી હતી અત્યારે એ ીજો.. બધાએ મોજથી પીધી.. હજી ચા પિતા હતા ત્યાં આસપાસની પાડોશી બહેનો ચા-નાસ્તો લઈને આવી, કાંતાબા બોલ્યા તારા એની સખીઓને લઈને દિવાળી કરવા આવી છે? લ્યો અમારા ચા-નાસ્તો કરો.. આ બધી જીવીબા સામે જોવા લાગ્યા કે આ શું છે? જીવીબા કહે કે આ ગામનો રિવાજ છે... ઘરે ચા પીવાના બોલાવે પણ અહીં લઈને આવે... હજી રોજ જુદા જુદા આવશે.. દીકરીઓ રાજી થઈ ગઈ.. મોજથી ગામડાનો નાસ્તો કર્યાે. રાત્રે ઘર આંગણે આજુબાજુની કન્યાઓ આવી અને કેમ્પ ફાયર જેવું થઈ ગયું... ત્યાં જ જમ્યા, ફળીયામાં સૂઈ ગયા... સવારે કુકડાના અવાજે ઉઠ્યા... બીજી બહેનો સાથે નાળીયે ન્હાવા ગયા.. આવીને ગરમ નાસ્તો બીજા મહોલ્લાથી આવ્યો હતો...
આ ચારેયની દિવાળી મોજમય બની ગઈ.. ગીતા એ છેલ્લે જતા જતા પૂછ્યું, બાપુ આ દીવા નહી વેચાય? જીવરામ કહે ચિંતા નહીં થઈ જશે હજી તુલસી વિવાહ, દેવદિવાળી છે ને? બધી બહેનો દિવાળી કરી મોજથી ગઈ.. તારા રોકાઈ, હજી બે દિવસ રજા હતી...
આ દિવાળીએ આ ચારેય સખી પાછી ગામ આવી. જીવરામ પાસેથી જેટલા દીવડા હતા લઈ ગઈ.. કીધું કે અહીં માટે બીજા બનાવજો અમે આ વેચી તમને પૈસા મોકલીશું. ગીતાના પિતા બિલ્ડર હતા. એમણે કોમ્પલેક્ષ બાંધ્યું હતું. એમાં દુકાન હજી સોંપી નહોતી. એમની એક દીકરીને આપી અઠવાડીયા માટે.. જીવરામના તો દીવડા વેચીનાખ્યા. બીજા રેંકડીવાળાના પણ વેચ્યા.. એ લોકોએ નકકી કર્યું હતું કે જે દીવડા બનાવે એની પાસેથી મોલવાળા ઓછા પૈસા આપી લઈ લે પોતે મોટો નફો લે.. આપણે લોકોને કહીએ કે રેંકડી નાની દુકાનથી ખરીદો તો સ્ટેટસ ઘવાય.. આ દિવાળી, દીવડા બનાવાવાળા અને નાના ઠેલાવાળાની દિવાળી સુધારીએ.. એ સૌની દિવાળી ઝળકી ગઈ.. મિત્રો સમજો.. મોટી દુકાનો, મોલમાં આ નાના દીવડાવાળાનો જ માલ હોય છે. એની પાસેથી લ્યો.. એમની દિવાળી મોજમય બનાવો...
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial