Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમામ મૃતકો દિંદોરી તાલુકાના દરગુડે પરિવારના હતાં:
નવી દિલ્હી તા. ૪: મહારાષ્ટ્રના નાસિકમાં કાર કૂવામાં ખાબકતા એક જ પરિવારના ૯ લોકોના મૃત્યુ થયા છે.
મહારાષ્ટ્રના નાસિકમાં એક અત્યંત દર્દનાક અકસ્માતમાં ૯ લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ નાસિકના દિંડોરી તાલુકામાં એક કાર કૂવામાં ખાબકી હતી, જેના કારણે ૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. તમામ મૃતકો દરગોડે પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના મોડી રાત્રે અંદાજે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી.
અકસ્માતનો ભોગ બનેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. મૃતકોના નામ રેશ્મા સુનિલ દરગૃડે (ઉ.વ. ર૭), આશા અનિલ દરગુડે (ઉ.વ. ૩ર), ખુશી/સૃષ્ટિ અનિલ દરગુડે (ઉ.વ. ૧૪), શ્રેયસ અનિલ દરગુડે (ઉ.વ. ૧૧), રાખી/ગુણવંતી સુનિલ દરગુડે, શ્રાવણી અનિલ દરગુડે (ઉ.વ. ૧૧), સમૃદ્ધિ રાજેન્દ્ર દરગુડે (ઉ.વ. ૭), માધુરી અનિલ દરગુડે (ઉ.વ. ૧૩) અને સુનિલ દત્તુ દરગુડે (ઉ.વ. ૩ર) છે. તમામ મૃતકો ઈન્દોર, તાલુકો દિંડોર, જિલ્લો નાસિકના રહેવાસી હતાં. સ્થાનિક નાગરિકોની મદદથી વાહન અને તમામ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં અને દિંડોરીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્ત્વનું છે કે દરગુડે પરિવાર એક કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે અચાનક કારચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી કૂવામાં ખાબકી હતી. એક જ પરિવારના આટલા બધા સભ્યોના મોતથી ગામ અને આસપાસના વિસ્તારોમાં શોકની લહેર દોડી ગઈ છે. આ ભીષણ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ૬ બાળકો સામેલ છે, જેમાં એક સાત વર્ષની બાળકી પણ હોવનું કહેવાય છે. આ ઉપરાંત સુનિલ દરગુડે, તેમની પત્ની અને તેમની પુત્રીનું પણ આ અકસ્માતમાં મોત થયું છે.
દિંડોરીના પોલીસ નિરીક્ષકે જણાવ્યું હતું કે, રાત્ર ૧૦ વાગ્યાની આસપાસ અમને માહિતી મળી હતી કે દિંડોરી ગામના શિવાજીનગર વિસ્તારમાં આશું રાજુના કૂવામાં એક મારૂતિ એક્સએલ-૬ કાર પલટી ખાઈને ડૂબી ગઈ છે. અમને આગળ એ પણ જણાવવામાં આવ્યું હતું કે, કારની અંદર આઠથી નવ લોકો હતાં અને તેમને તાત્કાલિક સહાયની જરૂર હતી. આ માહિતી પર કાર્યવાહી કરતા અમેે તરત જ અમારા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. અમે કૂવા પર બે હાઈડ્રા કેન અને કુશળ તરવૈયાઓને બોલાવ્યા હતાં. ક્રેનની મદદથી તમામ લોકોને રાત્રે ૧ર-૧પ વાગ્યે બહાર કાઢવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial