Advertisement
Author: નોબત સમાચાર

કોંગ્રેસ દ્વારા 'વોટ ચોર-ગાદી છોડ'ના નારા સાથે સહી ઝુંબેશનો જામનગરમાં પ્રારંભ

પાંચ કરોડ દેશવાસીઓની સહી એકત્ર કરવા ગામડાથી જિલ્લા કક્ષા સુધી આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ કોંગ્રેસના સાંસદ અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની ચૂંટણી પછી મતદાર યાદીમાં ચૂંટણી પંચ દ્વારા થઈ રહેલી ગોબાચારીનો આધાર-પુરાવા સાથે પર્દાફાશ કર્યો છે.

મતદાર યાદીમાં અને દેશમાં ચૂંટણીઓમાં ચાલી રહેલી વ્યાપક ગેરરીતિઓ સામેની લડતને દશવ્યાપી બનાવવા 'વોટ ચોર, ગાદી છોડ'ના નારા સાથે અહીં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

કોંગ્રેસ પક્ષની આ અતિ ગંભીર બાબત અંગે આક્રમક રણનીતિ સાથે દેશવ્યાપી ચળવળ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

આ પ્રશ્ને જામનગર શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદમાં 'વોટ ચોર, ગાદી છોડ' સહી ઝુંબેશ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દેશભરમાંથી પાંચ કરોડ દેશવાસીઓની સહી એકત્ર કરવામાં આવશે, જે માટે દરેક જિલ્લા, તાલુકા, ગામડા, શહેરોમાંથી વધુમાં વધુ સહીઓ એકત્ર થાય તેવું ચોક્સાઈપૂર્વકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે માટે કોંગ્રેસ પક્ષના નેતાઓ, સ્થાનિક હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા જાહેર સભા, સોશિયલ મીડિયા, ગ્રુપ બેઠકો વિગેરે દ્વરા પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.

આ ઝુંબેશ સાથે જ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચ પાસે જાહેર ચકાસણી માટે ફોટા સાથે મશીન રીડેબલ મતદાર યાદી ઉપલબ્ધ કરાવવા, દરેક ચૂંટણી પહેલા ફોટા સાથે રદ્ કરવાની અને ઉમેરવાની યાદી જાહેરમાં પ્રકાશિત કરવા, ખોટી રીતે રદ્ કરવામાં આવેલા મતદારો માટે સુચારૂ ફરિયાદ નિવારણ પ્રણામી ગોઠવવા, કટ ઓફ ડેઈલી સુનિશ્ચિત કરવા, મતદારોને છૂપાવનારા અધિકારીઓ, એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી પણ કરવામાં આવી છે.

આ પત્રકાર પરિષદમાં અને તે પૂર્વે યોજાયેલ હોદ્દેદારો, કાર્યકર્તાઓની બેઠકમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા જાડેજા), મનપા વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, પ્રદેશ ડેલીગેટ સહારાબેન મકવાણા, બિપેન્દ્રસિંહ જાડેજા, જિ.પં. સભ્ય જે.પી. મારવિયા, ભરતભાઈ વાળા, કોર્પોરેટરો આનંદ ગોહિલ, જેનબબેન ખફી, યુવક કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, અતુલભાઈ પ્રજાપતિ, મહિલા પ્રમુખ પૂજાબેન પટેલ, વકીલ જયેન્દ્રસિંહ ઝાલા, સંજયભાઈ કાંબરિયા, મનોજભાઈ પરમાર, રવિરાજસિંહ ગોહિલ, હંસરાજ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh