Advertisement
Author: નોબત સમાચાર

પુનઃ પ્રાપ્ય ઉર્જાક્ષેત્રે ગુજરાત દેશમાં નંબર વનઃ ૨,૨૦,૫૦૪ મે.વોટ વધુ ઉત્પાદન સંભવ

સૌર, પવન ઉર્જા અને હાઈડ્રોપાવર-બાયોપાવર સહિત

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૨૦: ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે સ્થાપિત ક્ષમતામાં દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. રાજ્યમાં ૨,૨૦,૫૦૪ મેગાવોટ વધુ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની સંભાવના જણાવાઈ રહી છે.

જુલાઈ-૨૦૨૫ સુધીમાં કુલ ૩૮,૨૧૯.૧૮ મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે, ગુજરાત દેશમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં સ્થાપિત ક્ષમતાની દૃષ્ટીએ પહેલા ક્રમે છે. આમાં સૌથી મોટો હિસ્સો સૌર ઉર્જાનો ૨૧,૯૦૪.૫૫ મેગાવોટ, ત્યારબાદ પવન ઉર્જાનો ૧૪,૦૮૧.૪૮ મેગાવોટ અને બાકીનો હિસ્સો મોટા અને નાના હાઇડ્રો પાવર તથા બાયો-પાવરનો છે. આ ઉપરાંત, ગુજરાતમાં ૨,૨૦,૫૦૪.૫૧ મેગાવોટ વધુ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની સંભવના રહેલી છે, જેમાં સૌથી વધુ સંભાવના ૧,૮૦,૭૯૦ મેગાવોટ પવન ઉર્જાની, ત્યારબાદ ૩૫,૭૭૦ મેગાવોટ સૌર ઉર્જાની છે.

આ માહિતી કેન્દ્રીય ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી અને પાવર રાજ્યમંત્રી શ્રીપદ યેસ્સો નાઈક દ્વારા ૧૯ ઑગસ્ટ, ૨૦૨૫ના રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.

સરકારના નિવેદન અનુસાર, ૩૧ જુલાઈ, ૨૦૨૫ સુધીમાં ભારતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાની કુલ સ્થાપિત ક્ષમતા ૨,૩૭,૪૯૧.૦૮ મેગાવોટ હતી. છેલ્લા ત્રણ વર્ષમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે વીજ ઉત્પાદન મામલે ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતે ૨૦૨૨-૨૩માં કુલ ૩૫,૮૯૫.૭૭ મિલિયન યુનિટ્સ, ૨૦૨૩-૨૪માં ૪૩,૦૩૯.૫૫ એમયુએસ અને ૨૦૨૪-૨૫માં ૫૨,૦૦૨.૫૦ એમયુએસનું ઉત્પાદન કર્યું હતું. ૨૦૨૪-૨૫માં ભારતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રોમાં કુલ વીજ ઉત્પાદન ૪,૦૩,૬૪૩.૧૭ એમયુએસ હતું.

કેન્દ્રીય મંત્રીએ એ પણ જણાવ્યું કે, યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જના સચિવાલયમાં ભારત દ્વારા સબમિટ કરાયેલા રાષ્ટ્રીયસ્તર પર નિર્ધારીત યોગદાનના ભાગરૂપે, ભારતે ૨૦૩૦ સુધીમાં ગૈર-અશ્મિભૂત ઇંધણ આધારિત ઉર્જા સંસાધનોમાંથી ૫૦% સંચિત વિદ્યુત સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાનું વચન આપ્યું છે. ભારતે જૂન, ૨૦૨૫ દરમિયાન તેના સંચિત વિદ્યુતની ૫૦% ક્ષમતા ગૈર-અશ્મિભૂત ઇંધણ આધારિત સ્ત્રોતોમાંથી મેળવવાનું આ લક્ષ્ય આપણા વૈશ્વિક વચન કરતાં પાંચ વર્ષ વહેલું જ હાંસલ કરી લીધું છે.

વધુમાં, કો૫૨૬માં માનનીય વડાપ્રધાનની જાહેરાતને અનુરૂપ, મંત્રાલય ૨૦૩૦ સુધીમાં ગૈર-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી ૫૦૦ ગીગાવોલ્ટની સ્થાપિત વીજળી ક્ષમતા હાંસલ કરવા તરફ પણ કામ કરી રહૃાું છે. નિવેદનમાં જણાવાયું છે કે, ૩૧.૦૭.૨૦૨૫ સુધીમાં, દેશમાં કુલ ૨૪૬.૨૮ ય્ઉ ગૈર-અશ્મિભૂત ઇંધણ આધારિત વીજળી ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે.

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા અન્ય પ્રશ્નના જવાબમાં, ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી અને પાવરના રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ અને ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, ૦૧.૦૪.૨૦૨૦ થી ૩૧.૦૩.૨૦૨૫ સુધીના સમયગાળામાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં આશરે ૧૨,૬૭૪ મિલિયન યુ.એસ. ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મળ્યું છે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ રોકાણમાં સૌર ઉર્જા મુખ્ય ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે, જ્યારે આ સમયગાળામાં દેશના પશ્ચિમ પ્રદેશને એફડીઆઈનો સૌથી વધુ હિસ્સો મળ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh