Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની નવાનગર નેચર ક્લબ દ્વારા ઓપન જામનગર ઓનલાઈન રંગોળી સ્પર્ધા

દિવાળીના તહેવારોને અનુલક્ષીને આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરની નવાનગર નેચર ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ દિવાળીના તહેવારોને અનુલક્ષીને સંસ્થા દ્વારા ૧પમી ઓપન જામનગર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં નગરજનો ઉત્સાહભેર જોડાય તે માટે સ્પર્ધકોએ રંગોળી પોતાના ઘર કે ઓફિસ/દુકાન પર બનાવવાની હોય છે. ૧૦ વર્ષથી ઉપરના ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે. રંગોળી માત્ર ચિરોડી કલર અથવા પાઉડર કલરથી જ બનાવવાની રહેશે. સ્પર્ધામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે ગ્રુપ એ ફિગર વર્ક (પોર્ટ્રેટ), ગ્રુપ બી ફ્રી હેન્ડ (કલાત્મક) એમ બે ગ્રુપમાં યોજવામાં આવશે.

વિવિધ પ્રકારની સંસ્કાર ભારતીય રંગોળી ઉપરાંત શ્રેષ્ઠ વિષય કલર કોમ્બિનેશન, ક્લિનનીનેસ, ફિનીશીંગ, ડેકોરેશન, ઈક્કો ફ્રેન્ડલી, ઈનોવેટીવ આઈડીયા જેવી રંગોળી બનાવનાર વીસથી વધુ સ્પર્ધકોને આકર્ષક પુરસ્કારો આપવામાં આવશે. નવા ઉભરાતા કલાકારોને વિજેતા બનવાની તક તથા પ્રોત્સાહન મળે તે માટે સિનિયર અને સંસ્થાના સભ્યો માટે જુદી કેટેગરી રાખવામાં આવી છે.

સ્પર્ધાના વિજેતાઓને શહેરની પ્રસિદ્ધ હસ્તીઓના વરદહસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ડિઝિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા કલાકારોએ ગુગલ ફોર્મ ભરવું ફરજીયાત છે. તેથી મો. ૯પ૭૪પ ૯૪૩૭૩ વોટ્સએપ નંબર પર "રંગોળી" લખીને મોકલવું, થોડી જ વારમાં આપના નંબર પર સ્પર્ધા માટેનું ગુગલ ફોર્મ મોકલી આપવામાં આવશે.

ક્લબ દ્વારા શહેરના તમામ કલાપ્રેમી ભાઈઓ તથા બહેનોને આ અનોખી ઓનલાઈન રંગોળી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે મો.નં. ૯૯રપપ૬૦૧૯૯ ઉપર સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh