Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જે મકાનમાંથી જથ્થો ઝડપાયો તે આસામીની શોધખોળઃ
ઓખા તા. ૨૮: ઓખામંડળમાં મીઠાપુર નજીક આવેલા ભીમરાણામાં એક મકાનમાં ગઈકાલે સ્થાનિક પોલીસ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી જુદી જુદી ત્રણ બ્રાંડની ૧૩૩૩ બોટલમાં ભરેલી વ્હીસ્કી પકડી પાડી છે. રૂ.૧૪ લાખથી વધુના દારૂના જથ્થાને ઝબ્બે લઈ પોલીસે દરોડા પહેલા નાસી ગયેલા આરોપીના સગડ દબાવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુરમાં ગઈકાલે સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ ડી.એન. વાંઝાના વડપણ હેઠળ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. જેમાં મહિરાજ ગઢવી, જયપાલસિંહ, રાજદીપસિંહને મળેલી બાતમીના આધારે મીઠાપુર નજીકના ભીમરાણા ગામમાં એક શખ્સના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
ભીમરાણાના ખારા વિસ્તારમાં મયુરસિંહ મનુભા જાડેજા ઉર્ફે પાકલ નામના શખ્સના મકાનમાં પોલીસે ચકાસણી કરતા ઓફિસર ચોઈસ બ્રાંડની વ્હીસ્કીની ૩૦૦ બોટલ, બેગપાયપર વ્હીસ્કીની ૪૫૩, એઈટ પીએમ વ્હીસ્કીની ૫૬૮ બોટલ અને રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૧ર બોટલ મળી કુલ ૧૩૩૩ બોટલ દારૂ મળી આવ્યો હતો.
અંદાજે રૂ.૧૪, ૬૮,૭૦૦ની કિંમતના દારૂના જથ્થાને પોલીસ દ્વારા ઝબ્બે લેવામાં આવ્યો છે. દરોડા પહેલાં મકાન માલિક મયુરસિંહ મનુભા નાસી જવામાં સફળ થયો હતો. પોલીસે તેના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial