Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર કોંગ્રેસ પ્રવક્તાનો પુરાવા સાથે આક્ષેપઃ
જામનગર તા. ૨૨: જામનગરમાં જુના એસ.ટી. બસ સ્ટેશનને તોડીને ત્યાં કરોડોના ખર્ચે નવા બસ સ્ટેશનનું બાંધકામ શરૂ થયું છે, પણ પાયાના કામમાં જ ખૂબ જ નબળું કામ થ રહ્યું હોવાનો પર્દાફાશ શહેર કોંગ્રેસના પ્રવક્તા પરાગભાઈ પટેલે કરતા સંબંધિત તંત્રોમાં દોડધામ મચી જવા પામી છે.
આ બાંધકામમાં પાયા ભરવાની કામગીરીમાં ખોદાયેલી જગ્યામાં મોરમ-પથ્થરો નાંખવાના બદલે માત્ર માટી જ ભરી દેવામાં આવી હોવાથી માત્ર અડધો-ઈંચ જેવો વરસાદ પડતા જ આ માટી નીચે બેસી જતા બીમ નમી ગયા હતાં તથા ક્યાંક તૂટી ગયા હતાં. જેટલું કામ અત્યાર સુધી થયું છે તે પાયાના કામમાં જ આ પ્રકારે અત્યંત હલકી ગુણવત્તાનું કામ થતું હોવાનું તસ્વીરોના આધાર-પુરાવા સાથે રજૂ થતાં સંબંધિત તંત્રોમાં દોડધામ મચી જવા પામી છે અને કોન્ટ્રાક્ટરની હાલત કફોડી બની ગઈ છે. જો પાયાના કામ જ નબળા થશે તો જે બસ સ્ટેશનમાં દરરોજ અસંખ્ય લોકોની અવરજવર રહેવાની છે તેની સલામિતનું શું?
જો કે આ નબળા કામની વિગતો જાહેર થતા જ અમદાવાદ અને વડોદરાથી ખાસ અધિકારીઓ દોડી આવ્યા છે અને કોન્ટ્રાક્ટરને હવે કામ આગળ નહીં કરવા હુકમ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial