Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    ધારાસભ્ય પબુભા માણેકની મુખ્યમંત્રીને રજૂઆત
દ્વારકા તા. ૪: દ્વારકા તાલુકામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનું સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને વળતર ચૂકવવા ધારાસભ્ય પબુભા માણેકની મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલમાં પડેલ રાજ્યભરમાં માવઠાને લીધે ખેડૂતોને વ્યાપક નુકસાની થયેલ હોય દ્વારકા વિધાનસભા મતવિસ્તારના સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી તાલુકાના તમામ ખેડૂતોને સર્વે કર્યા વગર નુકસાનીના વળતર અંગે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવ્યાનુસાર તા.૨૭-૧૦-૨૦૨૫ થી તા.૦૧-૧૧-૨૦૨પ સુધી થયેલ કમોસમી વરસાદને લીધે તાલુકામાં ૯૦ ટકાથી વધારે મગફળી તથા અન્ય પાકનું વાવેતર પૈકી મોટાભાગે આ સમયગાળામાં જ મગફળીની કાપણી થયેલ હોય કાપણી થયેલ પાક બગડી ગયેલ હોય ખેડૂતોને વ્યાપક નુકસાની થયેલ હોય સર્વેની કામગીરી બંધ કરી તમામ ખેડૂતોને પાક નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવા વિશેષ ભલામણ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial