Advertisement
Author: નોબત સમાચાર

શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં દ્વારકા જિલ્લાના આયોજકોને ભાગ લેવા અપીલ

જિલ્લા કલેકટર- દેવભૂમિ દ્વારકા દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૩: ગણેશ ઉત્સવના તહેવાર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા-૨૦૨૫ અંતર્ગત શ્રેષ્ઠ પંડાલને પુરસ્કૃત કરાશે. સૌ નાગરિકો અને આયોજકોને સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવા કલેકટરે અપીલ કરી છે.

આગામી સમયમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ શ્રેષ્ઠ 'શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા-૨૦૨૫'ના આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા સાંસ્કૃતિક વારસાના જતન તથા પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતના ૪ મહાનગરો અને ૨૯ જિલ્લાઓમાં ગણપતિ ઉત્સવ દરમિયાન બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી શ્રેષ્ઠ ત્રણ પસંદગી પામનાર પંડાલને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જેમાં ગણેશ પંડાલના મંડપ શણગાર, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી (ઈકો ફ્રેન્ડલી), ઓપરેશન સિંદૂર - દેશભક્તિ, સ્વદેશી, પંડાલ સ્થળની પસંદગી, સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી, ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનાર પ્રવૃત્તિઓ ધ્યાને લઈ શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરવામાં આવશે.

ઉપરાંત, રાજ્યના ૨૯ જિલ્લાઓમાંથી પસંદગી પામેલા ૧ થી ૩ ક્રમે આવેલ ગણેશ પંડાલના વિજેતાઓને રાજ્ય સરકાર તરફથી પ્રથમ ક્રમે વિજેતાને રૂ.૫ લાખ, દ્રિત્તીય ક્રમે રૂ.૩ લાખ તથા તૃતીય ક્રમે રૂ.૧.૫ લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમજ અન્ય પાંચને પ્રોત્સાહક પુરસ્કાર પેટે રૂ.૧ લાખ આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh