Advertisement
Author: નોબત સમાચાર

નગરમાં દગડુશેઠ ગણેશોત્સવમાં ૧૦ કિલો તેલીબિયામાંથી પ.પ ફૂટના ગણપતિ બનાવાયા

મેદસ્વિતા મુક્ત ગુજરાતની થીમઃ નવમો વિશ્વવિક્રમ સર્જવાની તૈયારીઃ તેલનો ઉપયોગ ૧૦% ઘટાડવાનો સંદેશઃ

                                                                                                                                                                                                      

જામનગરના બેડીગેઈટ, કડિયા બજાર રોડ પર 'શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ'માં ર૯ વર્ષથી વિવિધ થીમ પર એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. દર વર્ષે ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરી, લોકજાગૃતિ લાવવા પણ પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેદસ્વિતા ઘટાડવા માટે તેલના ઓછા ઉપયોગ માટે આહ્વાન કરાયું છે, જે વાતને આ ગણેશ પંડાલમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે અને વિવિધ તેલીબિયાની થીમ ઉપર ગણપતિ બનાવવામાં આવ્યા છે.

વડાપ્રધાનના તેલ વપરાશ ૧૦ ટકા ઘટાડવાના સંદેશને પ્રોત્સાહન આપવા તથા લોકોનું સ્વાસ્થ્ય સુધરે અને 'મેદસ્વિતા મુક્ત ગુજરાત'ના સૂત્રને ધ્યાને લઈ ગણપતિજીની મૂર્તિની બનાવટમાં સોયાબીન, મકાઈ, સરસવ, તલ, એરંડા, કપાસ, સીંગદાણા, રાયડો, સૂરજમૂખી, નારિયેળનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમજ આ વર્ષે ગણપતિજીને વિવિધ તેલીબિયાના સૌથી વધુ ત્રણ મુગટ પહેરવાની વિશ્વ રેકોર્ડ બનાવવા માટે નોમિનેશન નોંધાવ્યું છે.

એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા અગાઉ પણ વિવિધ થીમ આધારિત ગણેશ પંડાલ અને પ્રસાદનું આયોજન કરી ૮ વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવ્યા છે, અને આ વખતે ૯ મો વિશ્વ રેકોર્ડ સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બહોળી સંખ્યામાં જામનગરવાસીઓ આ અદ્ભુત ગણપતિજીના દર્શનાર્થે આવે છે. જામનગર વહીવટી તંત્ર દ્વારા ગણપતિજી વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે તેમાં જ ૧૧ મા દિવસે આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.

એઈટ વન્ડર્સ ગ્રુપના સભ્ય ભરતસિંહ પરમાર જણાવે છે કે, દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ દ્વારા ર૯ વર્ષથી સામાજિક સંદેશ આપતી થીમ પર ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. વડાપ્રધાને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી ૧૦ ટકા તેલ ઓછું ખાવા માટે જણાવ્યું હતું. તેને અનુસરીને અમારી ટીમ દ્વારા આ વખતે ભારતના અલગ અલગ રાજ્યોમાં વપરાશ થતા અલગ અલગ તેલીબિયાનો ઉપયોગ કરી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવેલી છે. ગત્ વર્ષોમાં અમારી ટીમ દ્વારા ૮ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવેલ હતાં. આ વર્ષે પણ અમારી ટીમ દ્વારા નવમો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેના પ્રયત્નો કરવામાં આવેલ છે.

ગણેશચતુર્થીના તહેવારને અનુલક્ષીને તેમજ રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને પરંપરાગત્ લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 'શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા-ર૦રપ'નું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં અમે પણ ભાગ લીધો છે. આ પહેલ બદલ અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.

મૂર્તિની વિશેષતા જોઈએ તો ૧૦ પ્રકારના ૧૦ કિલો તેલીબિયાનો ઉપયોગ કરાયો છે. પ્રતિમાની પ.પ ફૂટની ઊંચાઈ છે. આ મૂર્તિ બનાવવામાં ૧પ લોકોની જહેમતથી ૧ મહિનાનો સમય લાગ્યો હતો. તેલબિયામાંથી મૂર્તિ, મૂષક સહિત ૩ મુગટ બનાવી નવમો ગિનિશ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કરાયો છે. 'મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન તથા ફિટનેસનો સંદેશો લોકો સુધી પહોંચે તે હેતુથી મૂર્તિની સ્થાપના કરાઈ છે.

પારૂલ કાનગડ, જામનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh