Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મયુરનગરમાં ગંજીપાનાથી જુગાર રમતા ત્રણ મહિલા, ચાર પુરૂષ પકડાયાઃ
જામનગર તા. ૨૯: જામનગરના મયુરનગરમાં ગઈકાલે ગંજીપાનાથી જુગાર રમતા ત્રણ મહિલા સહિત સાતને પોલીસે પકડી લીધા હતા. કાલાવડના મુળીલા ગામમાંથી સાત પત્તાપ્રેમી રૂ.૮૮૪૪૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા છે. લતીપરમાંથી આઠ શખ્સ અને મોરકંડામાંથી પાંચ તેમજ લુવાસર ગામમાંથી ચાર પત્તાપ્રેમી પકડાઈ ગયા છે. સચાણા, દિગ્વિજય પ્લોટમાંથી ત્રણ વર્લીબાજ મળી આવ્યા છે.
જામનગર નજીકના મોરકંડા ગામમાં ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા પ્રદીપ મગનભાઈ પ્રાગડા, અનિલ હરીભાઈ પરમાર, રોહિત જાદવજી ગોહિલ, અશ્વિન કરશનભાઈ મારકણા, નરેન્દ્ર શાંતિલાલ ગોહિલ નામના પાંચ શખ્સને પોલીસે પકડી લીધા હતા. પટમાંથી રૂ.૧૦૩૦૦ રોકડા, ચાર મોબાઈલ, બે બાઈક મળી કુલ રૂ.૧૦૫૩૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામથી સગારીયા ગામ તરફ જવાના રસ્તા પર ગઈકાલે એક મકાનની પાછળ તીનપત્તી રમતા દિનેશ બચુભાઈ રામાણી ઉર્ફે બાબુભાઈ, કિશોર ચનાભાઈ પીપરીયા, રાજેશ બચુભાઈ રામાણી, મયુર મગનભાઈ તળપદા, પિયુષ પ્રકાશભાઈ માલાણી, પિયુષ વલ્લભભાઈ માલાણી, મહેશ બચુભાઈ રામાણી, રાજેશ વાલજીભાઈ રામાણી નામના આઠ શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૩૦૪૦૦ ઝબ્બે લીધા છે.
કાલાવડ તાલુકાના મુળીલા ગામની લાલણીયા સીમમાં ગઈકાલે બપોરે રોનપોલીસ રહેતા ભુરાભાઈ વેરશીભાઈ ગોલતર, યશપાલસિંહ ભીખુભા જેઠવા, ભાવેશ રણછોડભાઈ સાટોડીયા, કાંતિલાલ પરસોત્તમ અમીપરા, ચિરાગ રસીકભાઈ ધામેચા, મુકેશ લાલજીભાઈ અમીપરા, ભગવાનજી રાણાભાઈ કોઠીયા નામના સાત શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે પકડી લઈ પટમાંથી રૂ.૧૬૪૪૦ રોકડા તથા સાત મોબાઈલ મળી કુલ રૂ.૮૮૪૪૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના મયુરનગર રોડ પર સિદ્ધાર્થનગરની શેરી નં.પમાં ઝરીનાબેનના ખુલ્લા પ્લોટ પાસે ગઈકાલે સાંજે ગંજીપાના કૂટતા ઈદ્રીશ બશીરભાઈ ડોસાણી, મનસુખભાઈ અમરાભાઈ સીંગરખીયા, સંજય નાનજીભાઈ ગોહિલ, જીતેશ પ્રેમજીભાઈ ગોહિલ, ગીતાબા પ્રતાપસિંહ વાળા, વર્ષાબેન જીતેન્દ્રભાઈ ચંદ્રપાલ, રીનાબેન ભીમાભાઈ રાઠોડ નામના સાત વ્યક્તિને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ.૨૭૫૦ કબજે લીધા છે.
જામજોધપુર તાલુકાના લુવાસર ગામની સીમમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા ઈમ્તિયાઝ મુસાભાઈ ખુરેશી, કિશોરભાઈ બાબુભાઈ અજુડીયા, મનસુખભાઈ મોહનભાઈ જોષી ઉર્ફે મનુમારાજ, સુભાષભાઈ સવદાસ અજુડીયા નામના ચારને પોલીસે પકડી લઈ રૂ.૧૦૨૨૦ કબજે કર્યા છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં ગઈરાત્રે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા જેઠાલાલ હરીલાલ જોઈસર નામના શખ્સને પોલીસે પકડી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, રૂ.૧૦૧૦ રોકડા ઝબ્બે લીધા છે.
જામનગર નજીકના સચાણા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ગઈકાલે સાંજે અકરમ અજીઝ ગજીયા, શબ્બીર મુસા કકલ નામના બે શખ્સને પોલીસે વર્લીના આંકડા લખતા પકડી પાડ્યા હતા. આ શખ્સોએ પોતાના સાગરિત બશીર કારા ગંઢાર, મુસ્તાક દાઉદ ભડાલા અને ગુલાબનગરના આરીફ નામના શખ્સના નામ આપ્યા છે. પોલીસે રોકડ, મોબાઈલ મળી કુલ રૂ.પપ૭૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial