Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠ શખ્સની કરાઈ ધરપકડઃ
જામનગર તા. ૨૫: જામનગર નજીકના ફલ્લા ગામમાં એક રહેણાંક મકાનમાં ગઈરાત્રે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા નાલ ઉઘરાણી જુગાર રમાડતો એક શખ્સ અને ગંજીપાના કૂટતા સાત શખ્સ પકડાઈ ગયા હતા. પટમાંથી રૂ.૧૧ લાખથી વધુની રકમ, આઠ મોબાઈલ, એક બાઈક મળી રૂપિયા સવા બાર લાખનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ફલ્લા ગામમાં એક મકાનમાં ગઈરાત્રે જુગારની જમાવટ થઈ હોવાની બાતમી એલસીબીના મયુરસિંહ, હિતેન્દ્રસિંહ, યુવરાજસિંહ, ઋષિરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને તેની વિગતો આપી હતી. ત્યારપછી રાત્રે એક વાગ્યે એલસીબી સ્ટાફે મિતેશ ગણેશભાઈ ધમસાણીયાના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ગંજીપાના કૂટી રહેલા મિતેશ ગણેશભાઈ ઉપરાંત સ્મિત કાનજીભાઈ દલસાણીયા, વસંતભાઈ હરખાભાઈ નાગપરા, બિપીન વિરજીભાઈ અઘેરા, વિનોદ રવજીભાઈ કાનાણી, નિલેશ ભવાનભાઈ ભીમાણી, જયસુખ નારણભાઈ ધમસાણીયા, અરવિંદ મોહનભાઈ ભીમાણી નામના સાત શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૂ.૧૧૦૩૦૦૦ રોકડા, આઠ મોબાઈલ, એક બાઈક મળી કુલ રૂ.૧૨,૩૮,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આઠેય શખ્સ સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધાવાયો છે.
જામજોધપુરમાંથી રવિ ધીરૂભાઈ ઝીંઝુવાડીયા નામનો શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial