Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમીન ખાલી કરવા મુદ્દે પ્રહારઃ
જામનગર તા. ૧૯: દ્વારકા તાલુકાના મોટા ભાવડા ગામમાં મંદિરે દર્શન કરવા આવેલા યુવાન પર ચાર શખ્સે જમીન ખાલી કરી દેવાના મુદ્દે પાઈપ અને લાકડી વડે હુમલો કર્યાે હતો.
કલ્યાણપુર તાલુકાના નંદાણામાં રહેતા વિનોદભાઈ દેવાભાઈ ચાવડા નામનો ત્રીસ વર્ષનો યુવાન ગત તા.૬ના રોજ દ્વારકા તાલુકાના મોટા ભાવડા ગામે સુરાપુરા દાદાના મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યારે નંદાણા ગામના જ દિનેશ વિકમશી ચાવડા, દેવશીભાઈ દેજાણંદભાઈ ચાવડા, ભાવેશ વિકમશી ચાવડા અને દેવાણંદભાઈ ચાવડાએ એક સંપ કરી લોખંડના પાઈપ અને લાકડી વડે તેમના પર હુમલો કર્યાે હતો. તેમજ આરોપી દિનેશે છરીથી હુમલો કરવાની કોશિષ પણ કરી હતી. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત વિનોદ ચાવડાએ ચારેય આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ ગામમાં રહેલો પ્લોટ ખાલી કરી દેવા જણાવ્યું હતું. આથી ઈજાગ્રસ્ત વિનોદ ચાવડાએ એવો જવાબ આપ્યો હતો કે, તે પ્લોટ ગરબી માટે આપવો છે. આ બાબતે હુમલાનો આ બનાવ બન્યો હતો. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial